
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સોનગઢ પોલીસની સતર્કતાથી આદર્શ શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:
તાપી: પોલીસ મહાનિરીક્ષકસા.શ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક સાહેબસા.શ્રી, તાપી-વ્યારા નાઓ દ્રારા તાપી જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, વ્યારા વિભાગ, નાઓએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર સાહેબશ્રી, સોનગઢ પોલીસ નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ તા-૨૨/૦૯/૨૦૨૩ ના રોજ સોનગઢ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મૌજે સોનગઢ ગામે, APMC માર્કેટ પાસેથી, પસાર થઈ રહેલ હતા ત્યારે એક ઇસમ રસ્તાના કિનારે લપાતો છુપાતો શંકાસ્પદ રીતે લાંબા વાળેલા સળીયા ઉંચકીને લઈને જઈ રહેલ હોય જેથી તેની નજીક જતા સદર ઇસમ તેના હાથના સળીયા નીચે ફેંકી નાસવા જતા તેને નજીક માંથી જ પકડી લીધેલ અને તેના નામ ઠામની ખાત્રી કરતા તે વસીમ શબ્બીરભાઇ રાઇમ, રહે-સોનગઢ, ગણેશ નગર, તા-સોનગઢ, જિન્નાપી નાનો હોવાનું જણાવેલ તેની પાસેથી કુલ નંગ ત્રણ સળીયાઓ હોય જે વચ્ચેથી કટર વડે કાપેલા મકાનના બાંધકામમાં વપરાતા સેંટીગના લોખંડના સળીયા હોય જેને વચ્ચેથી વાળેલા છે સદર ઇસમને આ સળીયાઓની માલિકી બાબતે તથા ક્યાંથી લાવેલ છે અને ક્યાં લઈ જઈ રહેલ છે તે બાબતે પુછતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી સળીયાનો અંદાજે વજન ૨૦/- કિલો ગ્રામ જેટલો હોય જેની એક કિલોની કિંમત રૂપિયા ૪૦ લેખે ર૦ કીલો સળીયાની કિંમત રૂપિયા ૮૦૦/- ગણી લઈ CRPC કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે. તથા પકડાયેલ ઇસમને CRPC કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરેલ તથા સદર બાબતે વધુ તપાસ કરતા સદર ચોરી માજે સોનગઢ ગામે, આદર્શ કન્યા શાળાના કેમ્પસમાં આવેલ બંધ ઓરડીમાં તા-૨૧/૦૯/૨૦૨૩ ના કલાક ૧૯/૦૦ થી તા- ૨૨/૦૯/૨૦૨૩ ના કલાક ૦૮/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે થયેલ હોય અને આ કામે ઉપરોક્ત ચોર ઇસમે બે સહ આરોપીઓ સાથે મળી શાળામાં આવેલ બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી નાના-મોટા લોખંડના સળીયાઓના ટુકડા આશરે ૨૫૦ કિ.ગ્રા. જેની આશરે કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- તથા સળીયા કાપવા માટેનું કટર મશીન જેની કિંમત રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૮,૫૦૦/- ના મત્તાની ચોરી કરેલ હોય અને વધુ તપાસ કરતા સદર ચોરી (૧) વસીમ શબ્બીરભાઇ રાઇમ, (ર) જીતેન્દ્ર ઉર્ફે જીતુ દોદેરામ ગિરાડે, (૩) ભોલુ પ્રભુભાઇ સોનવણે, તમામ રહે-સોનગઢ, ગણેશ નગર, તા-સોનગઢ, જિ-તાપી નાઓએ એકસાથે મળીને કરેલ હોય અને સદર ચોરી કરેલ તમામ મુદ્દામાલ સોનગઢ ગામે ભંગારની દુકાન ચલાવી રહેલ લંગારીઓ (૧) અલત્તાબ શકુર કુરેશી, રહે-સુંદર નગર, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, ઇસ્લામપુરા, તા- સોનગઢ, જિ-તાપી (૨) મુખ્તાર કાદિર ફકીર(શાહ), રહે-સોનગઢ, અલીફ નગર ટેકરા, તા-સોનગઢ, જિ-તાપી નાઓને વેંચેલ હોય જેથી સદર બન્ને જગ્યા ઉપર તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલની રીકવરી કરેલ છે. આ કામે સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૪૨૩૧૯૫૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા ગુનાના કામે પાંચેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે.
ચોરી કરનાર ઇસમો તથા તેમનો ગુનાહિત ઇતિહાસ:
૧- જીતેન્દ્ર ઉર્ફે જીતુ દોડેરામ ગિરાડે, રહે-સોનગઢ, ગણેશનગર, તા-સોનગઢ જિ-તાપી નાઓ વિરૂધ્ધ અગાઉ મહારાષ્ટ્રના જલગાંઉ પો.સ્ટે. ખાતે ચોરીનો ગુનો દાખલ થયેલ છે.
ર-વસીમ શબ્બીરભાઇ રાઇમ, રહે-સોનગઢ, ગણેશ નગર, તા- સોનગઢ, જિતાપી
૩-ભોલુ પ્રભુભાઇ સોનવણે, રહે-સોનગઢ, ગણેશ નગર, તા- સોનગઢ, જિ-તાપી
ચોરીનો મુદ્દામાલ ખરીદી કરનાર ભંગારના વેપારીઓ- ૧-મુખ્તાર કાદિર ફકીર(શાહ), રહે-સોનગઢ, અલીફ નગર ટેકરા, તા-સોનગઢ, જિ-તાપી નાઓ વિરૂધ્ધ સોનગઢ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૦૮૪૮/૨૦૨૨ : કલમ ૩૮૦, ૪૫૪, ૪૧૧, ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. -અલતાબ શકર કુરેશી, રહે-સુંદર નગર, રેલ્વે સ્ટેશન રોડ, સોનગઢ, ઇસ્લામપુરા, તા-સોનગઢ, જિ-તાપી
સોનગઢ આદર્શ કન્યા શાળામા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયેલ છે. તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે. તથા સદર ગુનાની વધુ આગળની તપાસ શ્રી એસ.એમ.સાધુ, પો.સ.ઇ. સોનગઢ પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
પત્રકાર: કીર્તન ગામીત, તાપી