
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા તાલુકાના ઝાંક ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી લાંચ કેસમાં જામીન અરજી ફગવતી સેશન કોર્ટ:
રસ્તાના કામમાં ટકાવારી માંગતા સરપંચે એસીબી નો સહારો લઈ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રી રંગે હાથ લાંચ લેતા ઝડપાયા હતા,
સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની ધારદાર રજૂઆતો અને પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી તલાટીના જામીન નામંજૂર કર્યા.
દેડીયાપાડા તાલુકાના ઝાંક ગ્રુપ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ તલાટી આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ લાંચ લેતા એસિબી નર્મદાના હાથે ઝડપાયા હતા ખાસ કરીને સરપંચ પાસે રસ્તાના કામમાં ટકાવારી માંગતા સરપંચે એસીબી નો સહારો લઈ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રી રૂપિયા ૧૫૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ લાંચ લેતા ઝડપાયા હતા આજે રાજપીપળાની અદાલતે આરોપી તલાટીના જામીન નામંજૂર કર્યા છે.
ખાસ કરીને આરોપી તલાટી તરફે સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન કોર્ટના જજ શ્રી સિદ્દીકી દ્વારા આરોપી તલાટીની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
રિપોર્ટર :-દિનેશ વસાવા દેડિયાપાડા