રાષ્ટ્રીય

આહવા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે લેવાયા બંધારણીય શપથ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આહવા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે લેવાયા બંધારણીય શપથ:

ડાંગ, આહવા: ભારતના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આહવા સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમા ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, તથા અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવિતની ઉપસ્થિતિમા ‘સંવિધાન દિવસ’ના શપથ લેવાયા હતા. આ શપથનુ વાંચન ચિટ્નીશ શ્રી ડી.કે.ગામિતે કરાવ્યુ હતુ. જેમા સૌ મહેસૂલી અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા. 

આ સાથે દેશ આખામા ઉજવાઇ રહેલા ‘સંવિધાન દિવસ’ એ આ ઉજવણી અને તેની પાછળના આશયને સમજીએ, તે પ્રાસંગિક લેખાશે.

ભારતના સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામા આવે છે, ભારત સરકારે ગેઝેટ સૂચના દ્વારા 19 નવેમ્બર 2015 ના રોજ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઘોષિત કરી હતી. આ દિવસે ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 11 ઓક્ટોબર, 2015 ના રોજ મુંબઈમા ઈંદુ મિલ્સ કમ્પાઉન્ડમા ડો. બી. આર. આંબેડકરના ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’ સ્મારકનો શિલાન્યાસ કરતી વખતે આ ઘોષણા કરી હતી. વર્ષ 2015 એ બાબા સાહેબ આંબેડકરની (14 એપ્રિલ 1891 – 6 ડિસેમ્બર 1956) 125 મી જન્મજયંતિ હતી.   

ભારતનુ બંધારણ ; ભારત દેશ પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનુ સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનુ બંધારણ છે. ભારત ગણરાજ્યમા ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનુ આ બંધારણ બંધારણ સભામા ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયુ હતુ, અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામા આવ્યુ હતુ. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમા પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામા આવે છે. મુળ અપનાવાયેલા બંધારણમા ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ, અને ૮ અનુસૂચિઓ હતી. જેમા બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામા આવેલ છે. 

ભારતનુ બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમા લાગુ પડતુ ન હતુ. જેમા સને ૨૦૨૦મા સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમા લાગુ પડે છે.

ભારતનુ બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટુ લેખિત બંધારણ છે. તેમા અત્યારે ૪૬૫ અનુચ્છેદ, અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમા વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમા ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો, અને ૮ અનુસૂચિ હતી. 

બંધારણમા ભારત સરકારના સંસદીય સ્વરુપનુ માળખુ તૈયાર કરવામા આવ્યું છે. જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમા રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે. જેમા લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા, અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)મા એવી વ્યવસ્થા કરવામા આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે, જેના પ્રમુખ વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. 

ભારતના દરેક રાજ્યમા એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે. જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તેલંગણામા ઉપરી સભા પણ છે. જેને વિધાન પરિષદના નામે ઓળખવામા આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્યમંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે, અને એ સભામા જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે, અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામા આવે છે. જેની જવાબદારી વિધાનસભાની બેઠકનુ સંચાલન કરવાની છે, અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમા પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણના સાતમા અનુચ્છેદમા સંસદસભ્યો, અને ધારાસભ્યોના અધિકારોનુ વર્ણન કરવામા આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है