
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
૯ ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ.. UNO દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે, ત્યારે ઉજવણી ના ભાગરૂપે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પીઠા ગ્રાઉન્ડ ખાતે થી વાજતે ગાજતે યાહામોગી ચોક ખાતે આદિવાસી રીત રિવાજ પ્રમાણે વિધિ કરી, મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું, જેમાં ભારતના બંધારણ ની ચુસ્ત પણે અમલવારી થાય જે બાબતે કલેકટરશ્રી ને સંબોધીને મામલતદાર શ્રી ને આવેદન પાઠવવા માં આવ્યું.
તારીખ ૦૯ ઓગષ્ટ યુનો (UNO) દ્વારા ઘોષિત આદિવાસી દિવસની ઉજવણી ડેડીયાપાડા તાલુકા ખાતે કરવામાં આવી જેમાં ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી. મહેશભાઈ વસાવા તેમજ ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS)ના કાર્યકરો દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.
આદિવાસી પહેરવેશ, વેષભુષા સહીત પારંપરીક વાદય તુર, ઢોલ, તેમજ બેન્ડના તાલે હજારોની સંખ્યામાં આદિવાસી જન સમૂહ ઝુમી ઉઠ્યો હતો, આજે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી નિમિત્તે જન સેલાબ ઉમટી પડ્યું.