
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા : રાજપીપળા નજીકના નાના લીમટવાડા ગામ પાસે આવેલા કરજણ પુલ ઉપર સાંજના સમયે ચાલવા નીકળેલી પરણિત મહિલા ઘરે પરત જતી હતી, તે દરમિયાન અચાનક તે સમયે અજાણ્યા યુવાને પરિણીતાના બંને હાથ પકડી ખેંચતાણ કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પરણિત મહિલાએ બુમા બુમ કરતા યુવાન ત્યાંથી નાશી છૂટ્યો હતો, જે બાદ રાજપીપળા પોલીસે મહિલાની ફરિયાદ બાદ અજાણ્યા યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


