
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ (સુરત) નલીનકુમાર
વાંકલ ગામનાં સી.આર.પી.એફમાં ફરજ બજાવતાં વીરતા પુરસ્કાર પ્રાપ્ત બકુલ ગામીતનું વતનમાં ભવ્ય સ્વાગત કરાયું;
જુલાઈ ૨૦૧૯માં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતાં જે બદલ ગામીત બકુલકુમાર દલપતભાઈને વીરતા પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં,
માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગામીત ફળિયાના રહેતાં ગામીત બકુલકુમાર દલપતભાઈને સી.આર.પી.એફમાં ફરજ બજાવે છે. દિલ્હી ખાતે ડીજીનાં હસ્તે ગેલેન્ટ્રી માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું અને વતન પહોંચતા વાંકલ મુખ્ય બજાર ખાતે સ્વાગત કરાયું હતું.
તારીખ ૨૬-૨૭ જુલાઈ ૨૦૧૯ના રોજ જ્યારે ૧૪-CRPFમાં તૈનાત હતા તે દરમિયાન કોન્સ્ટેબલ ગામીત બકુલકુમાર દલપતભાઈએ બોનબજાર શોપિયાં ટાઉન જમ્મુ-કાશ્મીર ખાતે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ સાથે મુકાબલો થતાં તેઓ એ વળતો હુમલો કર્યો હતો, આ દરમિયાન બે ભારે સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર કર્યા હતાં તેમની સરાહનીય કામગીરીને લઈ સિપાહી ગામીત બકુલકુમારનું દિલ્હી ખાતે ડીજી કુલદીપસિંહ યાદવનાં હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરાયો હતો, અને વતન પહોંચતા વાંકલનાં ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી ફટાકડાં ફોડી સ્વાગત કરાયું હતું.