
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાનાં તાબદા ગામે થી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ;
પ્રાપ્ત માહિતી અનુસાર જીલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સાશ્રી. તથા ના.પો.અધિ.સા.શ્રી. રાજેશ પરમાર સાહેબ નાઓએ
પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી પી.પી.ચૌધરી
સા.શ્રી. નાઓના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.શ્રી એચ.વી.તડવી નાઓ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પોસ્ટ. વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હાજર હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.મહેન્દ્રભાઇ નટવરભાઇ બ.નં.૭૨૩ તથા અ.હે.કો.
ઇનેશભાઇ કરમસીંગભાઇ બ.નં.૭૮૨ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સ્ટાફ પોલીસ માણસો સાથે
મોજે- તાબદા ગામે આમલી ફળીયામાં સુરજીભાઇ ઉબડીયાભાઇ વસાવા નાઓના ઘરની આગળના ભાગે લાઇટના
અજવાળામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા છ આરોપીઓ:
(૧) અલ્તાફભાઇ હાજીભાઇ શેખ રહે.ઉચવાણ તા.ઉમરપાડા જિ.સુરત (૨) અફઝલભાઇ હાજીભાઇ શેખ રહે.ઉચવાણ તા.ઉમરપાડા
જિ.સુરત (૩) મુકેશભાઇ કાનજીભાઇ વસાવા રહે.ઉચવાણ તા. ઉમરપાડા જિ.સુરત (૪) ઇશ્વરભાઇ ગોરધનદાસ ચૌહાણ
રહે.ઉમરપાડા તા.ઉમરપાડા જિ.સુરત (૫) છનાભાઇ આટીયાભાઇ વસાવા રહે.તાબદા તાદેડીયાપાડા જિ.નર્મદા
બાબુભાઇ જેસીંગભાઇ વસાવા રહે.તાબદા તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓ રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ ગયેલ હોય
અને પકડાયેલ આરોપીઓની અંગઝડતી દરમ્યાન જુદા જુદા દરની નોટો મળી આવેલ જુદા-જુદા દરની ચલણી નોટો મળી રોકડા કુલ રૂ.૧૫,૦૭૦/- તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડ રકમ રૂ.૫૩૦૦/- મળી કુલ રોકડ રૂ.૨૦, ૩૭૦/- તેમજ મોબાઇલ નંગ-૫ કિં.રૂ.૩૫૦૦/- તથા ગંજી પત્તા-પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૨૩,૮૭૦/- ના જુગારના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઇ જેથી ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુધ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.