
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા: તાપી જિલ્લામાં ટુ-વ્હિલર મોટર સાયકલ માટેની નવી સીરીઝનું ઈ-ઓકશન ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે.
તાપી જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ને જણાવવામાં આવે છે કે ટુ-વ્હિલર મોટર સાયકલ માટેની GJ26ADની નવી સીરીઝનું પહેલું ઈ-ઑક્શન નીચેના સમયગાળા દરમ્યાન ભાગ લેવા માટે ઈ-ઑકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. સદર ઈ-ઑકશનમાં ભાગ લેવા માટેનો સમયગાળો અને શરતો નીચે મુજબ છે.
ઈ-ઑકશનની પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીનો સમયગાળો તા.૧૫/૧૨/૨૦૨૧ થી તા.૧૯/૧૨/૨૦૨૧ રહેશે. ઈ-ઓકશનનો બિડીંગ કરવાનો સમય ગાળો તા.૨૦/૧૨/૨૧ થી તા.૨૧/૧૨/૨૧ અને ઈ-ઓકશનનું પરિણામ તા.૨૧/૧૨/૨૧ થી રાત્રે ૧૨ કલાક
* શરતો અને પ્રક્રિયા:
૧.વાહન માલિકો સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈ.ડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે.ત્યાર બાદ સદર વેબસાઈટ પર લોગીન કરીને વાહનની ખરીદીનાં દિન-૭ની અંદર ઓન લાઈન C N A ફોર્મ ભરવાનું રહેશે.
૨.વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી ને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.
૩.વાહનમાલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમયગાળા દરમ્યાન ૧૦૦૦ના ગુણાંક માં વધારી શકશે.
૪.ઈ-ઓક્શના ના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રીફંડ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ની કચેરી તાપી નો સંપર્ક કરવાનો રહેશે.
૫.પસંદગીનાં લાગેલ નંબર વાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણુ ઓનલાઈન દિવસ-૫ (પાંચ) માં કરવાનું રહેશે જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફી નું રીફંડ મળશે નહીં જેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.