
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જીલ્લાનાં આહવા તાલુકાનું એક ગામ જ્યાં થી અવારનવાર ઝઘડો કરતાં ભત્રીજા સાથે સુખદ સમાધાન કરાવતી ડાંગ જિલ્લા મહિલા અભયમ ની ટીમ.
આહવા : ગત રોજ એક મહિલા એ અભયમ 181મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવેલ કે તેમનો ભત્રીજો અવારનવાર તેમની સાથે ઝગડો કરે છે અને આજે પણ મારવા આવેલ જેથી 181મહિલા હેલ્પલાઇન ને જાણ કરતા આહવા પોલીસ સ્ટેશન સ્થિતિ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ફરિયાદ કરનાર મહિલાની મદદે પહોંચી પરિવાર અને ગામના આગેવાનોને સાથે રાખી ટીમ દ્વારા પારિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.
ડાંગની મહિલાઓ પોતા પર થતાં અત્યાચારો વિષે જાગૃત બની રહી છે, અને મહિલાઓની 24×7 મદદરૂપ થવા તત્પર ટીમ આ બાબતે જાગૃકતા ફેલાવી રહી અને આ મહિલાઓ માટેની હેલ્પલાઇન સેવાનો વધુમાં વધુ લાભ લે તે જરૂરી.