
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મોડલ સ્કુલ ડેડીયાપાડા અને ડેડિયાપાડા રેન્જ વનવિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી :
મોડલ સ્કુલ ડેડીયાપાડા ખાતે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે ડૉ. રાજેશ સી. સેનમા, અધ્યક્ષ, પ્રાણીશાસ્ત્ર વિભાગ, સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ દ્વારા ગુજરાતની વન્ય પ્રાણીસૃષ્ટિ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિધાર્થીઓમાં વન્યજીવો પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે તથા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે આહવાન કરવામાં આવ્યું હતું.
ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના એસ. ડી. ડાભી દ્વારા વન્યજીવોના જતન માટે લોકભાગીદારી વિશે માહિતી આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય પ્રિયંકા ચૌધરી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત જીજ્ઞેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અંતે આભારવિધિ વિપુલભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન મોડેલ સ્કુલ ડેડીયાપડા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રતિક્ષાબેન ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું.