
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જીલ્લામાં આવાસ યોજના અંતર્ગત 30/05/2022 રોજના આપેલ આવેદનપત્ર ની માહિતી મેળવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના તબિયાર સાહેબની મુલાકાત BSP ડાંગ જીલ્લા પ્રમુખ મહેશ અહીરે કરેલી આ દરમિયાન થયેલ ચર્ચા વિવાદમાં ફેરવાય હતી : આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી સહીત ઉચ્ચ લેવલે ફરિયાદ કરાઈ,
પ્રાપ્ત માહિતી મુજબ બહુજન સમાજ પાર્ટીના ડાંગ જિલ્લા પ્રમુખ મહેશભાઈ આહિરે અગાવ 30/05/2022 રોજના માનીનીય કલેકટર સાહેબ પાસે ધરણા પ્રદર્શન કરીને અંદાજીત આવાસ યોજના બાબતે ૩૦ થી ૩૫ ગામના વિસ્તાર પ્રમાણે યાદીઓ આપેલ હતી. જેમાં સ્થળ તપાસની કરીને અમને નકલ રવાના કરવામાં આવેલ હતી પરંતુ અમુક જગ્યા ગ્રૂપ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સાહેબના સિક્કા હોઈ પરંતુ ગામ લખવામાં આવેલ નથી જેનાથી સિક્કા ના આધારે ખબર પડી શક્તિ નથી. અને આવાસ મકાન હા..ના.. માં લખ્યું છે જેમાપણ સ્પષ્ટ ખબર લોકોને પડતી નથી જેના કારણે માહિતી વધુ માટે જિલ્લા પ્રમુખ મહેશભાઈ આહિરે તારીખ 19/01/2023 અને અંદાજીત સમય 11:35 કલાકે તબિયાર શિવાજીભાઈ ની મુલાકાત લીધી જેમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદાર સાહેબ જો અમારા જેવા જાગુત વ્યકિતઓ સાથે આવું વર્તન કરતાં હોય તો સામાન્ય અને અભણ જેવા વ્યક્તિઓને આ ઓફીસના કામે આવવું કેટલું અગવડતા ભર્યું લાગતું હશે..!!! ફક્ત બે શબ્દોમાં વિવાદ વકર્યો હતો, જેમાં જિલ્લા પ્રમુખ મહેશભાઈ આહિરે શિવાજી તબીયાર ભાઈને કીધું કે આવાસ મકાનમાં સિક્કો છે પણ ગામનું નામ નથી. અને આવાસ મકાન તપાસમાં હા અને ના લાભનું પાત્રમાં લોકોને કમ્પફ્યુઝ કરતો પ્રશ્ન છે જેવી શિવાજી તબિયાર ભાઈની મુલાકાત લીધી જેમાં હમોએ રજૂઆત કરી આ સાંભળી ભડકી તબિયાર સાહેબ ઉઠ્યા હતા અને કેહવા લાગ્યા કે આ મારો પ્રશ્ન નથી ત્યારે મે એમની સિગ્નેચર બતાવી ત્યારે શિવાજી તબિયાર ભાઈ કેહવા લાગ્યા કે મારી સિગ્નેચર છે., પણ તમારો પ્રશ્ન સમજાવવા નવરો બેઠો નથી હું તમામ ડાંગની જીમેદારી લઈ બેઠો છું હું હાલમાં ઓફિસના કામમાં છું ત્યારે મે તબિયાર સાહેબને કીધું ઓફીસ જનતાના કામો અને સમસ્યા સાંભળવા ના કામ માટે હોઈ છે સાહેબ ફક્ત બે પ્રશ્ન સમજાવી આપો જતા રહીશું. ત્યારે તબિયાર સાહેબ કંઇ પણ કીધા વગર ગરમ મિજાજમાં કેહવા લાગ્યા “મારી ઓફ્સિમાં આવતા નહિ ” એમ કહેવા લાગ્યા હવે માનનીય સાહેબજી આ ઓફીસ શુ શિવાજી તબિયાર સાહેબની ક્યારે થઈ અમને ખબર નથી.? અને DRD ઓફીસમાં આ વ્યક્તિગત અને ખાનગી તબિયાર સાહેબની હોઈ તો આની માહિતી આપશો અને જો આવા વ્યક્તિગત પ્રોપટી સમજી બેઠા અધિકારી શું લોકોનું કામ કરશે જો સરકારી ઓફિસો પોતાની સમજી બેઠા હોય તો માનીનીય ઉપલા અધિકારી તમામ સાહેબોને હું ફરિયાદમાં વિનંતી કરું છું કે મારા સાથે અધર્મ વ્યવહાર થયો છે તેમજ માનનીય સાહેબશ્રીઓ આ અધિકારીના વિરોધમાં ન જાણે કેટલી ફરીયાદો હોય જેની કલ્પના નથી તેની પણ માહિતી મેળવી લેવા વિનંતી. તેમજ અમોને પણ માનનીય સાહેબ અમારા જેવા એક જાગુત નાગરિક સાથે દુર વ્યવહાર થતું હોય તો જનતાનું શું આવતું હોય તેવો મોટો સવાલ ઉભા થાય છે, જો મને ન્યાય ન મળી તો માટે હું આગળ RTI અને ધરણા પ્રદશન કરવા જઈ રહ્યો છું આ વ્યકિતગત વિવાદ રાખતો અધિકારી વિરોધ્ધમાં અમો જેની સામે તપાસ કરવા આપ સાહેબ વિનંતી કરીએ છીએ.
આ નકલ બસપા ડાંગ જિલ્લા પ્રમુખ મહેશભાઈ આહિરે શિવાજી તબીયાર ભાઈના વિરુધમાં તેઓને જલ્દી ન્યાય મળે બાબતે ઉચ્ચ ચાર જેવા જવાબદાર અધિકારીઓને મોકલી આપવામાં આવી હતી.