
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ;
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી.
સેન્ટ્રલ ગવર્મેન્ટ ના 2021ના ખેડૂત ઉત્પાદક મંડળની યોજના હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા તથા ખેડૂત વિકાસ મંડળ સંસ્થાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ખેડુત ઉત્પાદક મંડળીને 300 ખેડૂતો દ્વારા મંડળી રજીસ્ટર કરવામાં આવેલ છે. આ પ્રથમ સાધારણ સભામાં મંડળીના કારોબારી મંડળ ની રચના કરવામાં આવી અને ખેડૂત ઉત્પાદક મંડળના નિયમો તથા ફાયદાઓ વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. વર્મા તથા તેમના અન્ય એગ્રીકલ્ચર વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂત વિકાસ મંડળ સ્વૈચ્છિક સંસ્થા વડા ફાધર રાકેશ દ્વારા ખેડૂતોને મંડળીમાં સક્રિય રીતે ભાગીદાર થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આમ ધી ડેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીની શુભ શરૂઆત થઈ.
આ કાર્યક્રમનું સંચાલન અને આયોજન ખેડૂત વિકાસ મંડળના રમેશભાઈ વસાવા તથા વિનોદભાઈ વસાવા દ્વારા ખુબજ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.