
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ડેડીયાપાડા માં યાહા મોગી ચોક પાસે આવેલા ICDS ની ઓફીસ પાસે કચરા ના ઢગલા અને અંત્યત દુર્ગધ મારતી ગંદકી જોવા મળે છે. આસપાસ ના રહીશો અને વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક અને ઘન કચરો અહીં ફેંકાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. નજીક માં જ આંગણવાડી કેન્દ્ર આવેલી છે. જેની આજુબાજુ ખૂબ જ ગંદકી થતા ત્યાં આવતા બાળકો ની સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઉભું થયું છે. ત્યારે સ્થાનિક તત્ર દ્વારા કચરા નો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી છે. ડેડીયાપાડા ના અનેક વિસ્તારોમાં માં કચરા ના ઢગલા જોવા મળે છે, ત્યારે પંચાયત દ્વારા કચરો નાખવા માટે કચરા પેટી મૂકી કચરા નો નિકાલ નગર બહાર કરવામાં આવે તે જરૂરી છે.