
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત
સુરત મહાનગરપાલિકાનીની હદમાં હાલમાં સમાવેશ કરવામાં આવેલ 31 ગામોમાં વહીવટી કાર્યો, સાફસફાઈ ના કામો અને આરોગ્યની સુવિધા ની તત્કાલ વ્યવસ્થા કરવા તથા શહેર નવા સમાવિષ્ટ કરાયેલ ગ્રામ પંચાયતો માંથી કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા ખોટા ઠરાવ કરી કર્મચારીઓને નિમણૂક આપવામાં આવી છે: મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા દર્શન નાયક:
સુરત જિલ્લા પંચાયતનાં સદસ્ય અને એડવોકેટ દર્શન નાયકે મા. મુખ્યમંત્રી શ્રી,ગુજરાત રાજ્ય અને વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ને પત્ર લખી તા.08/07/2020 ના રોજ રજુઆત કરવામાં આવી હતી.જે પત્ર ના અનુસંધાનમાં મા. મુખ્યમંત્રી શ્રી,ગુજરાત રાજ્ય દ્વારા અધિક મુખ્ય સચિવ શ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ(શહેરી વિકાસ અને શહેરી હૉઉસિંગ),બ્લોક નંબર 14,નવા સચિવાલય,ગાંધીનગરને ચકાસણી કરી નિયમાનુસાર તત્કાલ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે તેમજ વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા પત્ર લખી મા. મ્યુનિસિપલ કમિશ્નરશ્રી,મ્યુનિસિપલ કોર્પોરેશન,સુરતને રજુઆત ને ધ્યાને લઇ સદર બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તા.16/07/2020 ના રોજ દર્શનભાઈ નાયક દ્વારા સુરત જિલ્લા પંચાયતમાં ગેરવહીવટ અને નાણા ના ખોટા વ્યય બાબતે કાર્યવાહી કરવા બાબતે મા.મુખ્યમંત્રી શ્રી,ગુજરાત રાજ્ય ને તથા વહીવટી તંત્રમાં રજુઆત કરવામાં આવી હતી તે બાબતે પણ મા.મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય દ્વારા અધિક મુખ્ય સચિવ શ્રી,પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ,ગાંધીનગર ને પત્ર લખી તત્કાલ નિયમોનુસાર કાર્યવાહી કરી રીપૉર્ટ રજુ કરવા જણાવાવમાં આવ્યું છે , દર્શનભાઈ નાયક દ્વારા તા.21/07/2020ના રોજ મા.મુખ્યમંત્રી શ્રી,ગુજરાત રાજ્ય,મા.આરોગ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય તથા વહીવટી તંત્ર માં કોવિડ -19 વાઇરસની સારવાર બાબતે સુરત જિલ્લા નું વહીવટી તંત્ર W.H.O.ની ગાઈડલાઈન મુજબ માપદંડ જાણવવામાં નિષ્ફણ રહ્યું છે તે બાબતે તેમજ જે ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમાંથી પોઝિટિવ કેસના અને મૃત્યુ ના આંકડા છુપાવાવમાં આવે છે તે બાબતે રજુઆત કરવામાં આવી હતી.મા.મુખ્યમંત્ર શ્રી,ગુજરાત રાજ્ય દ્વારા તા.30/07/2020 ના રોજ અગ્ર સચિવ શ્રી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગર ને પત્ર લખી સદર બાબતે તત્કાલ તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા થયેલ કાર્યવાહી નો રિપોર્ટઆપવા જણાવવામાં આવ્યું છે.