
શ્રોત: ગ્રામીણ ટુડે નર્મદા, સર્જનકુમાર વસાવા.
નર્મદા જીલ્લા કચેરી રાજપીપળા ખાતે આજ રોજ સરપંચોનું જીલ્લા કલેકટરને આવેદનપત્ર:
નર્મદામાં કામોનું ઈ-ટેન્ડર પધ્ધતિ (ઓનલાઈન) ફાળવણી તાત્કાલિક બંધ કરવાં બાબતે જીલ્લાનાં સરપંચોનું આવેદનપત્ર! તંત્ર સામે વ્યક્ત કર્યો અસંતોષ, સરપંચ પરિષદ ગુજરાત, નર્મદા ઝોન સમિતિનાં પ્રમુખશ્રી. નિરંજનભાઈ નગીનભાઈ વસાવાની આગેવાની હેઠળ નર્મદા જિલ્લા કલેકટરને આવેદપત્ર આપી ને તંત્રને કર્યા અવગત: કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનાં પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમ કે એ.ટી.વિ.ટી. ગુજરાત પેટર્ન, ૧૫% ધારાસભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ એવી તમામ પ્રકારની યોજનાઓ કે જે પાંચ લાખથી નીચેનાં કામો ગ્રામ પંચાયતના નેજા હેઠળ તેમજ સરપંચશ્રીઓની આગેવાનીમાં પાંચ લાખથી નીચેનાં કામો થતાં હોય છે. તેવાં જ વિકાસનાં થતાં કામો હાલ મનરેગા શાખા અને જીલ્લા પંચાયત નર્મદા દ્વારા ઈ-ટેન્ડરીંગ તારીખ ૧૮/૦૬/૨૦૨૦નાં રોજ થી પ્રારંભ! વિકાસનાં કામોની ફાળવણી બાબતે નવી પધ્ધતિ દાખલ કરાતાં નર્મદા જીલ્લાનાં સરપંચો સાથે થઇ રહ્યો છે અન્યાય: આ બાબતે નર્મદા તંત્રની આ નીતિ સામે વાંધો ઉઠાવી કર્યો સખત વિરોધ! વિકાસ કામોનું ઈ-ટેન્ડર પધ્ધતિ (ઓનલાઈન) ફાળવણી તાત્કાલિક ધોરણે બંધ કરવાં બાબતે સરપંચોનું આવેદનપત્ર.
જેમાં સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ પ્રમુખ નિરંજનભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ ભીલ જીતેન્દ્રકુમાર અને તિલકવાડા તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી અરુણભાઈ અને ગરૂડેશ્વર તાલુકા સરપંચ પરિષદ પ્રમુખતડવી શીતલબેન અને નાંદોદ તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ તડવી ગોવિંદભાઇ અને ડેડીયાપાડા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ ખાનસિંગભાઈ અને સાગબારા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ સુરેન્દ્રભાઈ તથા જતીનભાઈ, જગદિશભાઈ,નિકુંજભાઈ, મફતભાઈ,મહેશભાઈ,રસિકભાઈ,કમલેશભાઈ,રવિભાઈ,પ્રવિણભાઈ,હિતેશભાઈ,અમૃતભાઈ,દિપકભાઈ,કાંતિભાઈ,છબુભાઈ,અકતરભાઈ,મહેન્દ્રભાઈ,હેમંત(લાલા)ભાઈ,મીનાબેન,જિલ્લા ના તમામ સરપંચશ્રીઓ ઘ્વારા ઈ -ટેન્ડર અને બહારની એજન્સીઓ ને કામ ન આપવા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ટેન્ડર પ્રકિયા રદ કરવામાં નહી તો ઉપવાસ પર બેસવાની ચીમકી આપવામાં આવી.