
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા : હુંડાઇ ફાઉન્ડેશન દ્વારા રાજપીપળા સહિત નર્મદા જીલ્લાની અલગ અલગ સરકારી,ખાનગી શાખામાં, હાલ ફેલાઈ રહેલા કોરોનાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા અને સેનેટાઇઝેસન ની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર હ્યુન્ડાઇ બાના ફાઉન્ડેશન દ્વારા ગુજરાત રાજ્યના અનેક જિલ્લા ઓની જુદી જુદી શાખામાં સ્વચ્છતા સાથે સેનેટાઇજેસન કરવામાં આવ્યું હતું.
જેમાં નર્મદા જિલ્લામાં પંચાયત ઘર,આરોગ્ય શાખા, આંગણવાડી, ખાનગી હોસ્પિટલ, બેંક, સરકારી કચેરી ઓમાં આ કમગીરી હાથ ધરવામાં આવી સાથે સાથે કોરોના રોગચાળા અંગે પણ લોકોને એક સંદેશ આપવામાં આવ્યો હતો. આ કમગીરીની ગુજરાત રાજ્ય ના જુદા જુદા વિસ્તારોમાં શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે અધિકારી ઓએ પણ આ ટીમની કામગીરી જોઈ તેમને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.