
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડજીના અધ્યક્ષ સ્થાને તાપી ઓબીસી મોરચાની પરિચય અને શુભેચ્છા બેઠક યોજાઈ:
ગુજરાતની જનતાને ભડકાવાનું જ કામ વિપક્ષીઓ કરી રહ્યા છે, વેક્સિનેશન માંય કોંગ્રેસે શંકા કરી હતી, નકારાત્મક સામે સકારાત્મક વિચારધારાનો વિજયી થશે:…..ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ઓબીસી મોરચા અધ્યક્ષ
વ્યારા: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના માનનીય અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં તાપી જિલ્લાની ઓ.બી.સી. મોરચાની પ્રથમ પરિચય અને શુભેચ્છા બેઠક વ્યારાનાં શ્યામા મુખર્જી ટાઉન હોલમાં યોજાઈ હતી. જેમાં ઓબીસીનાં વિવિધ સમાજનાં આગેવાનો દ્વારા સાલ અને મોમેન્ટો આપી અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે વૃક્ષારોપણની સાથે- સાથે કાર્યક્રમનાંઅંતે ખાસ જરુરીયાતમંદોને અનાજની કીટોનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનાં પાંચમા દિવસે તાપી જીલ્લામાં પધારેલ પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડએ બક્ષીપંચ સમાજને દુધમાં શાકરની જેમ ભળી જાય તેવો સમાજ ગણાવી, ટીકા કરનારા વિપક્ષી પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, કોરોના કાળમાં ઘર થી બહાર નિકળ્યા નથી. ભાજપ સિવાય કોઇ પાર્ટીએ સેવાનું કામ કર્યુ હોય તો બહાર આવે, માત્ર ગુજરાતની જનતાને ભડકાવાનું જ કામ આ વિપક્ષીઓ કરી રહ્યા છે. વેક્સિનેશન પર કોંગ્રેસે શંકા કરી હતી, મોદીએ પ્રજાનાં આરોગ્યની ચિંતા કરી પહેલા તેઓને રસી અપાવી પછી પોતે લીધી, તેમાંએ કોંગ્રેસીઓએ વાંધો ઉઠાવ્યો, જો પહેલા મુકાવી હોત તો પ્રજાની ચિન્તા નથી, તેમ કહી વાંધા બચકા કાઢ્યા હોત. નવા નવા ઢેડકાઓ ચોમાસામાં નિકળ્યા છે. ગામને ટોપી સુંઘાડવા, પણ બેભાન થવાનાં નથી. શુ કોઇ દિવસ કોઇનાં સુખ-દુખમાં તેઓ સહભાગી થયા ? મોબાઇલ લઈ બાંધા બચકા સોધી સોસિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને ભડકાવા સિવાય આપ પાસે પણ કોઇ નક્કર આયોજન નથી. તેઓએ ઉમેર્યુ હતુ કે નકારાત્મક સામે સકારાત્મક વિચારધારાનો વિજયી થશે.
તાપી જિલ્લા ભાજપ પ્રભારી અશોકભાઇ ધોરાજીયાએ જણાવ્યુ હતુ કે બક્ષીપંચના લોકોની વસ્તી ઓછા પ્રમાણમાં હોય ત્યારે છેવાડાના ગામ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો છેવાડાના માનવીને લાભ મળે એવી તમામ હોદેદારોએ કામગીરી કરવી જોઈએ. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બક્ષીપંચના તમામ કાર્યકર્તાઓ તાપી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરે તે બાબતની શુભેચ્છાઓ પાઠવી હતી. આવનારી 2022ની ચૂંટણીમાં બક્ષીપંચ સહિતનાં વિવિધ મોરચાઓની સૌથી મહત્વની ભૂમિકા રહેશે. ગુજરાતના વિકાસ કાર્યો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર તાપી જિલ્લામાં બક્ષીપંચ મોરચો ખૂબ જ શ્રેષ્ઠ અને સારી કામગીરી કરે તે બાબતની સૌને શુભેચ્છા પાઠવી હતી.
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઇ ગામીતે જણાવ્યુ હતુ કે ભલે જિલ્લામાં ઓબીસીની ૫ ટકા વસ્તી હોય પણ સમાજનુ સંગઠન પ્રબળ છે. તેઓની ભાજપને જીતાડવામાં મહત્વની રહી છે. આ તબક્કે ઓબીસી પ્રદેશ મહામંત્રી સનમભાઇ પટેલ, પ્રદેશ મંત્રી હેમંતભાઈ ટેલર, તાપી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ કમલેશભાઇ પાટણવાડિયાએ પણ પ્રસંગોચિત ઉધ્બોધન કર્યુ હતુ. તાપી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ વિરલભાઇ કોંકણી, વ્યારા નગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, સોનગઢ પાલિકા પ્રમુખ ટપુભાઇ ભરવાડ, વ્યારા ભાજપ શહેર પ્રમુખ કુલિનભાઇ પ્રધાન, ભાજપ શહેર મહામંત્રી રાજેશભાઇ રાણા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.