
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
પ્રોહીબીશન હેઠળ ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ:
નવસારી જિલ્લામાં પ્રોહીબીશન જુગાર અટકાવવા માટે પોલીસ અધિક્ષક નવસારીના ઋષિકેશ ઉપાધ્યાય સાહેબનાઓની સુચના મુજબ તથાં મે. નાયબ અધિક્ષક સાહેબશ્રી એસ. જી.રાણા સાહેબ નવસારી વિભાગ માર્ગ દર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભિનાર ગામે સર્કલ ખાતે જાહેર રોડ ઉપર પ્રોહીબીશન હેઠળ ગણનાપાત્ર શોધી કાઢતી વાંસદા પોલીસ ટીમ.
વાંસદા તાલુકા પોલીસ સ્ટેશનના સિનીયર પી.એસ. આઈ.વિરેન્દ્રસિંહ એન.વાઘેલા તથાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એમ.આર.વાળા તથાં અ.હે.કો.નિલેશભાઈ અરવિંદભાઈ તથાં અ.હે.કો.યોગેશભાઈ પરસોતભાઈ તથાં અ.પો.કો.નીતિનભાઈ સુમનભાઇ તથાં અ.પો.કો.શશીકાંત ઈશ્વરભાઈ તથાં અ.પો.કો.સંદિપભાઈ રમેશભાઈ નાઓ સાથે ખાનગી વાહનમાં વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોના મહામારી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.નિલેશભાઈ અરવિંદભાઈ તથાં અ.પો.કો.નિલેશભાઈ સુમનભાઇ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનો ટાટા યોધ્ધા 1700 પીકઅપ નંબર-Gj-15-Av-2443 નો ચાલાક તથાં કલીનર તેઓના કબજાની ટાટા યોધ્ધા 1700 પીકઅપ વાનની પાછળના બેડીના ભાગે ભાતના પુરેટીયા ( ઘાસ )ની આડમાં ભારતીય બનાવટીનો વિદેશી દારુનો જથ્થો ભરી લાવનાર છે. તે પીકઅપ વાંસદા ભિનાર ખડકાળા સર્કલ થઈ અનાવલ તરફ જનાર છે.તેવી બાતમી હકીકત અમોએ વાકેફ કરતાં અમોએ પંચોના માણસોને બોલાવી પંચો સાથે ભિનાર ખડકાળા સર્કલ ઉપર વાહન સાઈડમાં ઉભા રાખી રોડ પર નાકાબંધીમાં પંચો સાથે છૂટા છવાયા પ્રોહી-વોચમાં હતા. તે દરમ્યાન ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રાખી સાથેના પંચો રૂબરૂ ચાલકનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ-(1) હેતનભાઈ ઉર્ફે પિન્ટુ ઉર્ફે ચીનુ કિશોરભાઈ માહયાવંશી ઉ.વ.30 રહેવાસી-જંબુરી ગામ માહયાવંશી ફળિયુ તા.ઉમરગામ જિ.વલસાડ તથાં કલીનરનુ પંચો રૂબરૂ નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ- હિતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ માહયાવંશી ઉ.વ.25 રહેવાસી જંબુરી ગામ માહયાવંશી ફળિયા તા.ઉમરગામ જી.વલસાડ નો હોવાનું જણાવેલ અને સદર ટાટા યોધ્ધા-1700 પીકઅપ નંબર Gj-15-Av-2443 માં પાછળ બોડીના ભાગે ભાતના પુરેટીયા (ઘાસ) નંગ-500 જેની આશરે કિંમત રુપિયા 1000/ની ઓથમા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલી તથાં ટીન બિયરની કુલ બાટલીઓ નંગ-960 જેની કિંમત રુપિયા 52,800/તથાં ટાટા યોધ્ધા 1700 પીકઅપ નંબર Gj-15-Av-2443 ની કિંમત રુપિયા 4,00000/તથાં આરોપી ની અંગ ઝડતીમાંથી મળી આવેલ મો.ફોન-2 જેની કિંમત રુપિયા 5,500 ગણી તમામ મુદ્દામાલની કિંમત રુપિયા 4,59,300 નો મુદ્દામાલ કબજે કરેલ છે. અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લેનાર નરેશભાઈ ઉર્ફે નરીયો ઉર્ફે નરેશ ઘણી સોમાભાઈ રાઠોડ રહેવાસી ઘણી ગામ-તાલુકા-વાલોડ જી.તાપી તેઓ બંનેને વોન્ટેડ જાહેર કરેલ છે. વાંસદા પોલીસ સ્ટેશનમાં પાર્ટ સી.નંબર-1182 2003 210524/2021 પ્રોહી એકટ કલમ 65 AE ,81,98(2 ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આગળની તપાસ સિનીયર પી. એસ .આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા સાહેબનાઓ કરી રહેલ છે.



