
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આદિવાસી સમાજનું ગૌરવ: માધ્યમિક શાળા અલ્માવાડી દ્વારા આયોજિત શ્રી કિશન વસાવાનો સન્માન સમારોહ યોજાયો;
ચંદ્રયાન -3 ના સફળ સોફ્ટ લેન્ડિંગ દ્વારા સમગ્ર દુનિયામાં ભારત દેશની ઈસરો ની ટીમ માટે ગૌરવ ની પળ.. આ એતિહાસિક ઘટના દ્વારા સમગ્ર ભારત સાથે આદિવાસી સમાજનું પણ ગૌરવ વધાર્યું છે,
ભરૂચ લોકસભાનાં સાંસદ શ્રી મનસુખ વસાવાએ ઈસરો માં ફરજ બજાવનાર કિશન વસાવા નું પુષ્પમાલા અને શાલ ઓઢાડી સન્માન કર્યું;
નર્મદા જિલ્લાના દેડીયાપાડા માં આવેલ માધ્યમિક શાળા અલ્માવાડી દ્વારા આયોજિત ઈસરો (ISRO) માં ફરજ બજાવતા આદિવાસી સમાજ નું ગૌરવ એવા કિશન વસાવા નો સન્માન સમારોહ ભરૂચ લોકસભાનાં સાંસદ શ્રી મનસુખ વસાવા ની પ્રેરક ઉપસ્થિત માં યોજાયો હતો.
આ કાર્યક્રમ ની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “મનુષ્ય તું બડા મહાન હૈ” પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ શાળા પરિવાર વતી મહેમાનો નું પુષ્પમાલા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અલગ અલગ નૃત્યોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ઇસરો (ISRO) માં કાર્યરત કિશન વસાવા નું સાંસદ શ્રી મનસુખ વસાવા તેમજ ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા પુષ્પમાલા, પ્રસસ્થી પત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ નું ગૌરવ એવા કિશન વસાવા એ દેડીયાપાડા તથા નર્મદા જિલ્લાનું નામ આગળ વધાર્યું છે. દેડીયાપાડા તાલુકાના અલ્માવાડી ગામે માધ્યમિક શાળામાં જ ભણતર લઈ ખૈડીપાડા ગામના વતની કિશનભાઈ વસાવા ઇસરો (ISRO) માં ફરજ બજાવે છે, ત્યારે નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અલ્માવાડી માધ્યમિક શાળા દ્વારા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત ભરૂચ લોકસભા નાં સાંસદશ્રી મનસુખ વસાવા એ શાળાના બાળકોને આદિવાસી સમાજ નું ગૌરવ એવા કિશન વસાવા માંથી પ્રેરણા લઈ તમામ બાળકો સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરીને અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી આગળ વધવા માટે આહ્વવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, દેડીયાપાડા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, દેડીયાપાડા મંડલ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા, આગેવાન પ્રતાપભાઈ વસાવા સહિત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી. હેમંત વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા