
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
આતંરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ, ભરુચ ની સામાન્ય સભા જિલ્લા પ્રમુખ શ્રી અનિલ પંડ્યા નાં અધ્યક્ષ સ્થાને ફેઇથ કેલવરી સ્કૂલ, નંદેલાવ ખાતે સંસ્થા નાં ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. બિશપ ટી.એમ ઓનકાર સાહેબ તથા સંસ્થા નાં ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ચિરંતન ભટ્ટ સાહેબ ની ઉપસ્થિત માં મળેલ.
જેમાં નિવૃત થતાં જિલ્લા પ્રમુખ શ્રી સંદિપ બરવડ અને નવા જિલ્લા પ્રમુખ શ્રી અનિલ પંડ્યા તેમજ વર્ષ ૨૦૨૦ દરમ્યાન કોવિડ -૧૯ ની મહામારીનાં સમયમાં સેવા બજાવેલ કાર્યકરો શ્રી .મુસાભાઈ, ગણેશભાઈ તેમજ અન્ય સભ્યશ્રઓ નું કુલ ગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ નવાં આવનાર સભ્યશ્રીઓ નું સંસ્થાના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એજન્ડા મુજબ ગતવર્ષ માં સંસ્થા દ્વારા હુમન રાઈટ્સ ને અનુલક્ષી ને થયેલ અને નવા વર્ષમાં હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ કાઉન્સીલનાં વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળેલ, તેમજ પ્રમુખ શ્રી તરફ થી મળેલ સુચન અને માર્ગદર્શન થી સભ્યશ્રીઓની કાર્યક્ષમતા માં ઉત્સાહ અને ઉમંગમાં ઉમેરો થયો.
સભા નાં અંતે સંસ્થા નાં જિલ્લા ઉપપ્રમુખ શ્રી દિવ્યેશ ત્રિવેદી એ સંસ્થા વતી હાજર મિડીયા નાં ભાઇઓ અને સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો, સમગ્ર સભાનું આયોજન અને સંચાલન સંસ્થાનાં જિલ્લા જનરલ સેક્રેટરી શ્રી હરસુખ દેલવાડિયા એ સંભાળેલ.


