
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આગામી તાલુકા- જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે બંગલોર થી આવેલા એન્જીનીયર ની ટિમ દ્વારા EVM નું ચેકીંગ હાથ ધરાયુ:
રાજપીપળા: રાજપીપળા પ્રાંત કચેરી ખાતે બંગલોર થી આવેલી એન્જીનીયર ની ટિમો દ્વારા EVM નું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં તાલુકા,જિલ્લા પંચાયત અને નગર પાલિકા ની ચુંટણી યોજાનાર હોય તે માટે રાજપીપળા પ્રાંત કચેરી ખાતે EVM નું ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા,જિલ્લા પંચાયત માટે 734 બેલેટ યુનિટ જયારે નગરપાલિકા ના 152 બેલેટ યુનિટ સાથે 103 કંટ્રોલ યુનિટ નું આજે પ્રથમ તબક્કા નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ પ્રાંત અધિકારી ભગતે જણાવ્યું હતું.