
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આદિવાસી વિસ્તાર તાપી જીલ્લામાં વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ફાઈનાન્સરો અને તેના મળતીયાઓ દ્વારા કરાતી ઉઘાડી લૂંટ બંધ કરવા બાબતે BTTP તાપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું,
અનુસૂચિ-5 વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તાર એવાં તાપી જિલ્લામાં સ્મોલ ફાઈનાન્સરો, બેંકરો તેમજ ખાનગી નાણાં ધિરનારાઓનો રાફડો….. આદિવાસીઓને દેવાદાર બનાવવાનું આયોજન બદ્ધ ષડયંત્ર,
તાપી જિલ્લો આદિવાસી બહુલક વસ્તી ધરાવતો જીલ્લો છે. જેમાં આદિવાસી તરૂણસિહ સુરેન્દ્રભાઈ કુમાર દ્વારા પોતાના અને પરિવારનાં પાલન પોષણ માટે વર્ષે ૨૦૧૭માં વાહન ટ્રક નં. જીજે ૨૬ ટી-૨૮૮૬ રૂપિયા ૧૫,૫૦,૦૦૦/- માં ખરીદવાનું નકકી કરેલ જેમાં ૬,૫૦,૦૦૦/- શ્રીરામ ફાઈનાન્સ માંથી ચૌધરી ફાઈન્સાન દ્વારા મેળવેલ જેમાં ૨૩,૩૦૦/- નાં ૨૩ હપ્તાની રકમ ચૌધરી ફાઈનાન્સ વ્યારા મુકામે આવેલ ઓફિસમાં જમા કરાવેલ છે. જેના કુલ રકમ (૨૩×૨૩,૩૦૦) ૫,૩૫,૯૦૦/– જેટલી થવા જાય છે. આમ છતાં કોવિડ–૧૯નાં દિવસોમાં સરકારનાં પરિપત્ર અને રીઝર્વ બેંકના ગાઈડ લાઈનનો અનાદર કરી, કાયદાની જોગવાઈઓની વિરૂધ્ધ અને માલીકની સંમતિ વગર કાનુની પ્રોસિંડિંગ કર્યા વગર, ચૌધરી ફાઈનાન્સ વ્યારા અને તેમના મળત્યા દ્વારા વાહન ઉંચકી જઈ વાહનો ગેરકાયદેસર રીતે ગુનાહિત ધંધામાં ઉપયોગ કરવામાં આવે છે. જે બાબતની ફરીયાદ વારંવાર કરવામાં આવી છે. જેમાં પોલિસ સ્ટેસન સોનગઢ સમક્ષ તા. ૨૯–૧૦–૨૦૨૧ ના રોજ ફરીયાદ કરી છે. જેનો કોઈ જવાબ આજ દીન સુધી મળ્યો નથી અને તેને લઈઝો તા. ૦૮–૧૨–૨૦૨૧૦ના રોજ તાપી જિલ્લાનાં પોલિસ અધિક્ષક સાહેબ તાપી સમક્ષ પણ ફરીયાદ કરવામાં આવેલ છે. છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. વધુમાં ચૌધરી ફાઈનાન્સ વ્યારા દ્વારા તરૂણસંહિ સુરેન્દ્રભાઈ કુમાર નાઓની માલીકીની ટ્રક નં. જીજે-૨૬-ટી-૨૮૮૦ તા. ૧૭/૦૮/૨૦૨૧ના રોજ થી આજ લગી ટ્રક વાહનનો વિમો રીન્યુ કર્યા વગર આર.ટી.ઓ. ટેક્ષ જેવા સરકારનાં લેણાં ભર્યા વગર સરકારની તીજોરીનો ભરણાંની ચોરી કરીને, વાહન હાલમાં તરૂણસિંહ સુરેન્દ્રભાઈ કુમારનાં નામે હોવા છતાં ચૌધરી ફાઈનાન્સ દ્વારા વાહનનો ગેરકાયદેસર ગુનાહિત ધંધામાં ઉપયોગ કરવામાં આવે છે. આવામાં જો કોઈ ઈમાનદાર અને સક્ષમ અધિકારી આ વહનને પકડે તો તેની જવાબદારી કોના ઉપર નાંખવામાં આવે ! શું વહીવટી તંત્રની જવાબદાર થશે? કે ચૌધરી ફાઈનાન્સ (સંદિપ રાણા) જવાબદાર થશે? કે વાહન માલીક ને જ બિસ્માં નાંખવામા આવશે? આવા અનેક પ્રશ્ન ઉભા થાય છે જેનો ઉકેલ લાવવામાં આવે.
આવી જ રીતે આદિવાસી વિસ્તાર તાપી જિલ્લામાં નાના ફાઈનાન્સરો, બેંકરો તેમજ ખાનગી નાણાં ધિરધાર કરતાં ઓનો રાફડો ફાડયો છે. જેઓ દ્વારા આર.બી.આઈ.ના નિયમો તેમજ તેમને લાગુ પડતા કાયદાનો ઉલંધન કરી. સડે ચોક ફાઈનાન્સના નામે લુંટ ચલાવવામાં આવી રહી છે. અને સીધી કે આડકવી રીતે ધાક-ધમકીઓ આપવામાં આવે છે જે તમામ બાબતો તાપી જિલ્લામાં બંધ થવી જોઈએ. અને યોગ્ય ઉકેલ ન આવે તો માલિક તેમ જ સાથે BTTS સંઘઠન મળી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવામા આવશે તેમાં ઘર્ષણ થાય તો તેની તમામ જવાબદારી તાપી જીલ્લા વહિવટી તંત્ર ની રહેશે. જેની નોંધ લેશોજી. એમ આજરોજ BTTP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.



