
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક કલેક્ટર તાપીની અધ્યક્ષસ્થાને મળી:
વ્યારા-તાપી: કલેક્ટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી હતી. બેઠકમાં સ્વજલધારા, એન.આર.ડી. ડબલ્યુ.પી/ ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં મંજુર કરવામાં આવેલ, પ્રગતિ હેઠળ તેમજ પુરા થયેલ ઘર જોડાણના કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત લોક્ભાગીદારી યુક્ત પીવાના પાણીની ” નલ સે જલ ” યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા ૧૫૦૪ લાખના ખર્ચે થનાર ૫૬ યોજનાઓ મંજુર કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાયમી ધોરણે ઉકેલ આવે તે રીતે ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં તથા અન્ય વિભાગો સાથે સંકળાયેલ કામો પરસ્પર સંકલન જાળવી પીવાના પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સુચનો કર્યા હતા. ખાસ કરીને તેમણે પીવાના પાણી પ્રશ્ને લોકોની રજુઆતોને પ્રાથમિકતા આપીને સત્વરે નિવારણ લાવી કાયમી ધોરણે ઉકેલવા તથા હયાત પીવાના પાણીની બંધ પડેલ યોજનાઓનું તાત્કાલિક રીપેરીંગ કરવા સબંધિત અધિકારીઓને રચનાત્મ સુચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરશ્રી જી.એમ સોનકેસરીયાએ સ્વજલધારા,એન.આર.ડી.ડબલ્યુ.પી/ઓગ્મેન્ટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરિયા ટ્રાયબલ સબ પ્લાન કાર્યક્રમ હેઠળ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૧૫૧૩૭ લાખની ૮૧૧ યોજનાઓ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ૫૬૩ યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. ૮૩ યોજનાઓ ભૌતિક રીતે પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે તથા ૭૪ યોજનાઓના કામો પ્રગતિમાં છે. તેમજ જિલ્લાની ૪૫૬ આંગણવાડીઓમાં તથા ૯૫ પ્રથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવ્યુ હતુ. ઉલ્લીખનીયા છે કે, તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૫૮૪૬ ઘર નળ જોડાણ પૂર્ણ કરવામાં આવેલ છે. બેઠકમાં પ્રાંત અધિકારી હિતેષ જોષી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર આર.એસ.પટેલ સહિત વોસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.