
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડા ના ગારદામાં ફરી એકવાર રાત્રીના સમયે દીપડો અને તેના બચ્ચા દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો;
૨૧ મી સદીમાં અંધારામાં વસવાટ કરતા એવાં ૪ જેટલાં પરિવારો પર ન કરે નારાયણ કોઈક હિંસક પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવે તો જવાબદાર કોણ???
ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામના નિશાળ ફળીયા ખાતે રાત્રીના સમયે અંદાજિત ૧:૩૦ વાગ્યા ની આસપાસ મોહન નદી બાજુ જતા રસ્તાઓ પર ૪ ઘરો આવેલા છે, જેમાં વસાવા નરેશભાઈ સોમેલભાઈ, વસાવા રોહિતભાઈ રામજીભાઈ, વસાવા પ્રેમિલાબેન કાંતિલાલ તેમજ રમેશભાઈ મગનભાઈ ના ઘર પાસે રાત્રીનાં સમયે દીપડો તેમના બચ્ચા સાથે ઘરોની આસપાસ ફરતા દીપડાને જોઈ ને ગામના તમામ કૂતરાઓ વારંવાર ભસતા નજીકના ઘરના સભ્યોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા. અને સવારે દીપડા તેમજ દીપડા નાં બચ્ચાનાં પગલાં બાજુમાં આવેલ વસાવા સંજયભાઈ નવલસિંગભાઈ નાં શેરડી નાં ખેતરમાં પણ દીપડાના પગલાંઓ દેખાતા ખેડૂતો તેમજ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે, સાથે સાથે રાત્રીના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે, અને આ તમામ ઘરોમાં કે ઘરોની આસપાસ આજે પણ ૨૧ મી સદી માં કોઈપણ લાઈટ ની વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે, અને ઘણા સમય થી દીપડાઓએ ગારદા ગામમાં આતંક મચાવ્યો છે અને અનેક પશુઓ ને શિકાર બનાવ્યા છે, ત્યારે વન વિભાગ દ્વારા વહેલી તકે જરૂરી પગલાં લઈ દીપડાઓ ને પકડવાની કવાયત હાથ ધરવામાં આવે એવી ગ્રામજનો સહિત ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા