
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપળા સફેદ ટાવર સામે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા રદ્દ થતા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું.
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાજપીપળાના સફેદ ટાવર સામે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા રદ્દ થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બે દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ની ભરતી માટે ની પરીક્ષા જે તારીખ 13 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજવાની હતી, એ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અણધડ વહીવટના કારણે દર વખતે ગુજરાતના યુવાનોને નિરાશ થવું પડે છે અને ગુજરાતના યુવાનોને સરકાર પ્રત્યેનો આક્રોશ છે. જેથી નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ તમામ યુવાઓને સમર્થનમાં અને ગૌણ સેવા મંડળના ઉમેદવારોના સમર્થનના ભાગરૂપે રાજપીપલાનાં સફેદ ટાવર સામે રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો.
આ કાર્યક્રમ મા નર્મદા જિલ્લા કૉંગ્રેસ પ્રભારી શ્રી.અરવિંદ દોરાવાલા, નર્મદા પ્રમુખ શ્રી.હરેન્દ્ર વાળંદ, ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી હરેશભાઇ વસાવા, નર્મદા જિલ્લા યુથ પ્રમુખ અજય વસાવા, પૂર્વ પ્રમુખ વાસુદેવ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ જુનેદ રાઠોડ, મહામંત્રી મેહુલ પરમાર, જયેશ વસાવા,વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા,ગૌરાંગ મકવાણા, વિધાનસભા મહામંત્રી દીપ પટેલ, તથા મોટી સંખ્યામાં યુવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.