મારું ગામ મારાં ન્યુઝ

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં પ્રાથમિક શાળા મૌઝામાં વાલી મીટીંગનું કરાયું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં પ્રાથમિક શાળા મૌઝામાં વાલી મીટીંગનું કરાયું આયોજન:

સર્જન વસાવા, નેત્રંગ : નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝા માં વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વ ની રહેલી છે.

વિદ્યાર્થીની જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદસેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વ નું છે. શિક્ષક અને વાલી બંને મળીને બાળક નું ભવિષ્ય ઘડવાનું કામ કરે છે. અને તેથી જ આજે પ્રાથમિક શાળા મૌઝા દ્વારા સત્રની શરૂઆતમાં વાલી અને શિક્ષકોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું.

શાળાના આચાર્યશ્રી દ્વારા વાલીઓ સાથે બાળકોની હાજરી, શિક્ષણ, ગણવેશ, શિષ્યવૃત્તિ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં પાસ થયેલા અને મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલા બાળકો વિશે ચર્ચા અને તેમના સર્વાંગી વિકાસ વિશે થોડી ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ SRF ફાઉન્ડેશનના ફિલ્ડ ઓફિસર શ્રી લાલચંદભાઈ વસાવાએ વાલીઓને બાળકો વિશે તથા ગામની શાળા વિશે થોડી માહિતી આપી હતી.

શિક્ષકો દ્વારા બાળકોના અભ્યાસ જ નહિ પરંતુ તેના સંપૂર્ણ વિકાસનો ખ્યાલ, તેની સારી અને નબળી બંને બાજુનો ખ્યાલ વાલી મીટીંગ દરમ્યાન વાલીઓને આપવામાં આવી હતી. પ્રાથમિક શાળા મૌઝામાં થતી વાલી મીટીંગ દરમ્યાન દરેક વાલીનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે.  તે બદલ શાળા પરિવારે વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને અંતે “આમ જ આપણે સૌ સાથે મળી અને બાળકો ના એક ઉજ્જવળ ભવિષ્ય ની રચના કરીએ.”એવા ધ્યેય સાથે સૌ છૂટા પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है