
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો છેલ્લા ચાર મહિનાથી વેતનથી વંચીત;
આદિવાસીઓના મુખ્ય તહેવાર એવા હોળી પેહલા વેતન ચુકવવા શ્રમિકોની માંગ;
પાછલા ચાર મહિનાથી ડેડીયાપાડા તાલુકાના શ્રમિકોને વેતન ન ચૂકવવામાં હોળીનો તહેવાર ના રંગમાં ભંગ પડે તેવી શક્યતા,
ડેડીયાપાડા તાલુકામાં મનરેગા અંતર્ગત કામ કરતાં શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી વેતન ચુકવવામાં આવ્યું નથી. આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો ડેડીયાપાડામાં હોળીના તહેવાર પહેલા શ્રમિકોને વેતન ન ચૂકવાતા હાલત કફોડી બની છે. મનરેગા યોજના અંતર્ગત દેશમાં વસવાટ કરતા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી ડેડીયાપાડા તાલુકાના શ્રમિકોને વેતન ન ચૂકવાતા હોળીનો તહેવાર ના રંગમાં ભંગ પડે તેવું લાગી રહ્યું છે. હોળીના તહેવાર નિમિતે આદિવાસી લોકો બજારમાં કપડાં, અનાજ, કરિયાણું, વગેરેની ખરીદી કરતાં હોય છે. ત્યારે હોળીના તહેવાર પેહલા વેતન ચુકવવામાં આવે તો લોકોની હોળી સુધરે એમ લાગી રહ્યું છે. એક બે દિવસમાં હોળીના તહેવાર પેહલા વેતન ચૂકવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.