
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ:
પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ગુજરાતને આપી 33,600 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી વિવિધ વિકાસપ્રકલ્પોની ભેટ, સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત પીએમએ આપી 33,600 કરોડની વિકાસ પરિયોજનાઓની ભેટ.
ગાંધીનગર: દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓએ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ થકી , મેરીટાઈમ સેકટરની કાયાકલ્પ કરી છે. મેરીટાઈમ સેક્ટરને વિવિધ ભેટ આપવામાં આવી છે. સાથે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનોના લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. જેથી કન્ટેનર ટર્મિનલ દ્વારા વેપારને પ્રોત્સાહન મળશે, તેમજ પારાદીપ પોર્ટ ઓથોરીટીમાં નવા 2 બર્થનું લોકાર્પણ પણ કર્યું હતું.
તો બીજી તરફ વેપાર અને સ્થિરતામાં વધારો કરવા ગ્રીન બાયો-મિથેનોલ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો હતો. સાથે જ રસ્તા,ઉર્જા અને પ્રત્યેક નાગરિકની સુવિધાઓમાં પણ વિવિધ યોજનાઓ થાકી વધારો થશે. જેમાં ર્જા સુરક્ષા માટે રીગેસિફિકેશન ટર્મિનલ પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો, બીજી તરફ સુરેન્દ્રનગર અને વડોદરામાં 2 સૌર ઉર્જા પ્રોજેક્ટ્સથી ગ્રામ્ય વીજ પુરવઠો સશકત બનાવવમાં આવશે.