
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપલા- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા.૧ લી ઓકટોબર, ૨૦૨૦ ના રોજ ગાંધીનગર ખાતેથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની નવી ત્રણ યોજનાઓનો મોબાઇલ ટુ સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના, ગ્રામ્ય રમત ગમત વિકાસ યોજના – ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ રમત ગમતના મેદાનો વિકસીત કરવા સહિતની નવી ત્રણ યોજનાઓનો ઇ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપરોક્ત ત્રણ યોજનાઓ ગુજરાતના ખેલાડીઓને કઈ રીતે મદદ રૂપ થશે તે વિશે વિસ્તૃત જાણકારી આપી રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની કામગીરીને બિરદાવી હતી. રમત ગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે પણ રમત ગમતમાં ગુજરાતીઓના ફાળા વિશે વાત કરી હતી.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિક સચિવશ્રી સી.વી.સોમે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. નર્મદા જિલ્લામાંથી ઉપરોક્ત કાર્યક્ર્મમાં કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી જિલ્લા રમત ગમત અધિકારીશ્રી એન.એસ.અસારી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પી.એ.હાથલીયા, સિનિકોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, ડિસ્ટ્રીક કોચશ્રી જીગરભાઇ રાઠવા અને મિકીતાબેન પટેલ હાજર રહ્યા હતા, તેમ જિલ્લા રમત ગમત અધિકારી, નર્મદાની એક અખબારી યાદીમાં જાણવાયું છે.