
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
વાલીયા પોલીસ સ્ટેશનના ખુનના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ:
વડોદરા રેંજ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રી નાઓ તથા અંક્લેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ સાહેબ નાઓ દ્વારા ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અસરકારમ અને પરિણામલક્ષી કામગીરીઓ કરવા સુચના અને માર્ગદર્શન હેઠળ વાલીયા પોલીસ સ્ટેશનના FIR NO.- 11199050210754/2025 IPC કલમ- ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૨૦(બી), ૩૪ તથા GPAct કલમ- ૧૩૫ મુજબના ગુનાના કામના આરોપીઓને પકડવાના હોય જેથી પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.કે.ગામીત નાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી માહીતી મળેલ કે આ કામના આરોપીઓ કોંઢ ગામથી બાંડાબેડા ગામ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાંડાબેડા ગામેથી કોંઢ ગામ તરફ જતા રોડ ઉપર છુપી રીતે વોચમાં રહી બાતમી મુજબના વર્ણન વાળા ઈસમો આવતા તેઓને કોર્ડન કરી વારાફરતી નામઠામ પુછતા તેઓએ તેમના નામ (૧) સુકાભાઇ પરસોત્તમભાઇ વસાવા ઉ.વ. ૪૫ (૨) કૌશિકભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૩ (૩) વિક્રમભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૨ (૪) ઉમેશભાઇ સુકાભાઇ વસાવા ઉ.વ. ૨૧ તમામ રહેવાસી- હીરાપોર વચલુ ફળીયુ તા. વાલીયા જી. ભરૂચ ના હોવાનું જણાવતા ઈ-પોકેટ કપમાં એક્યુઝ પર્સન સર્ચ કરતા સદર ઈસમો ઉપરોક્ત ગુનાના વોન્ટેડ આરોપીઓ હોય જેથી પો.સ્ટે. લાવી ગુનાના કામે હસ્તગત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સપેકટર એસ .કે.ગામીત તથા એ.એસ.આઇ. ધરમસિંગ માનસિંગભાઇ, અ.હે,કો. ભુપેન્દ્રભાઇ રમેશભાઇ, અ.હે.કો.જયંતિભાઇ ઝીણાભાઇ, અ.હે.કો.મયંકકુમાર દિનેશચંદ્ર, પો.કો.કિરીટભાઇ રમેશભાઇ, પો.કો.જગદીશભાઇ ધનજીભાઇ, પો.કો. કલ્પેશભાઇ ગંભીરસિંગ, પો.કો. દેવજીભાઇ સિંગાભાઇ, પો.કો. પ્રતાપભાઇ ભરતભાઇ, પો.કો.ગુલાબભાઇ મગનભાઇ, પો.કો.નરસિંહ માનસિંગ, પો.કો. દિનેશભાઇ હેરીયાભાઇ નાઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવેલ છે.