મારું ગામ મારાં ન્યુઝ

સોનગઢ તાલુકામાં “પોષણ માહ” અંતર્ગત આંગણવાડીઓમાં અન્નપ્રાશન દિવસ ઉજવાયો:

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર 

સોનગઢ તાલુકામાં “પોષણ માહ” અંતર્ગત 145 આંગણવાડીઓમાં 98 બાળકોને અન્નપ્રાશન દિવસ ઉજવાયો:
આંગણવાડી કાર્યકર દ્વારા 6 માસ પૂર્ણ થયેલા બાળકોના માતા સહિત પરિવારના સભ્યોને ઉપરી આહાર અંગે જાગૃત કરાયા :
વ્યારા,તાપી : કુપોષણને જળ મુળથી દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ “ગુજરાત પોષણ અભિયાન: ૨૦૨૦-૨૨” ની વ્યૂહરચના ઘડવામાં આવી છે. દરવર્ષે સપ્ટેમ્બર માસને “પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. બાળકોમાં પોષણ સુનિશ્ચિત કરી નારીના પોષણ અને સવાઁગી વિકાસને સુનિશ્ચિત કરવા તાપી જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ અને સોનગઢ તાલુકામાં સીડીપીઓ જશ્મીના ચૌધરીની આગેવાની હેઠળ પોષણ અભિયાનના વિવિધ ઉદ્દેશ્યોને સિધ્ધ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સોનગઢ તાલુકની 145 આંગણવાડી કેન્દ્રો ખાતે 98 બાળકોને પ્રથમ વખત અનાજ ખવડાવી “અન્નપ્રાસન દિવસ” વિવિધ આંગણવાડી ખાતે યોજવામાં આવ્યો હતો.

આંગણવાડી કાર્યકર દ્વારા 6 માસ પૂર્ણ થયેલા હોય તેવા લાભાર્થી બાળકના માતા તથા વાલી સાથે બાળકમાટે જરૂરી પોષણયુક્તાહારની જરૂરીયાતો પૂર્ણ કરવા તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે ઉપરી આહારની શરૂઆત દ્વારા બાળકને થતા ફાયદા અંગે કાઉન્સીલીંગ કરવામાં આવી હતી. આ સાથે પોષણ અભિયાનના ટેક હોમ રાશનની કીટ દ્વારા બાળક માટે ઉપરી આહારની બનાવટમાં વિવિધતા, બાલશકિત ટી.એચ.આર.માંથી ઉપરી આહાર તૈયાર કરવાની અવનવિ વાનગીઓ, બાળકને આહાર આપવા માટેનો સમય અને પ્રમાણ, સ્વચ્છતા, ફળ-ફળાદી આદી અંગે પરિવારને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ. 


બાળકને જન્મના તુરંત બાદ માતાનું દૂધ આપવામાં આવે છે. ત્યાર બાદ 6 માસ સુધી ફક્ત માતાનું દૂધ આપવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે 6 માસ બાદ માતાના દૂધ સાથે ઉપરી આહાર આપવો જરૂરી છે. આથી, ઉપરી આહારની સમયસર શરૂઆત કરવા માટે અને માતાઓ સહિત પરિવારના સભ્યોને યોગ્ય ઉપરી આહારની આદતો વિશે શિક્ષિત કરવા માટે દર મહિનાના મંગળવારે તાપી જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્ર પર અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ૬ માસથી ૯ માસના બાળકો અને ૯ માસથી ૩૬ માસના અતિ ઓછા વજનવાળા બાળકોને અન્નપ્રાશન શરૂ કરવા માટે બાલભોગ દ્વારા બનેલ વિવિધ વાનગીઓ આપવાની શરૂઆત કરવામાં આવે છે. તાપી જિલ્લામાં “મંગળદિન નિમિત્તે” સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી સોનગઢ ઘટક-૨ ના કુલ ૧૪૫ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો દ્વારા “અન્નપ્રાશન દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 6 માસ પૂર્ણ કરેલા ૯૮ જેટલાં બાળકોને અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા પોષણ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણ અને આરોગ્ય અંગેનું શિક્ષણ, પૂર્વ પ્રસૂતિ સેવાઓ, જોખમી સગર્ભા માતાઓને ઓળખીને તેને સંદર્ભિત સેવાઓ પૂરી પાડવા તેમજ વાલીઓમાં કુપોષણ અંગે જાગૃતિ લાવવા જેવી સેવાઓ આપવા માટે માસના ચાર મંગળવારે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है