
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આઠ-આઠ મહિના વિતવા છતાં કોવીડ હોસ્પિટલમા કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવી રાખવા CDMO જ્યોતિ ગુપ્તાના ગલ્લા તલ્લા:
મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા બાબતે ડો.જ્યોતિ ગુપ્તા ને પુછતાં પોતે આપી શકે તેમ નથી તેવું જણાવતાં, RTI કરવા છતાં માહિતી આપવામા આડોડાઈ કેમ:
રાજપીપળા : એપ્રિલ મહીનાથી નર્મદા જીલ્લામા ઘુસેલા કોરોના વાયરસ ને કારણે ફેલાયેલા સંક્રમણે દોઢ હજાર ની લગોલગ દર્દીઓનો આંકડો પહોંચાડી દીધો છે. વિતેલા છેલ્લાં 7 મહીનાના અરસામાં નર્મદા જીલ્લાની કોવીડ આઈસોલેશન હોસ્પિટલ કે જે આયુર્વેદિક હોસ્પિટલના બિલ્ડીંગમા ચાલી રહી છે, ત્યાં સારવાર અર્થે દાખલ થયેલાં દર્દી ઓ પૈકી કેટલા લોકોના મૌત નિપજ્યા અને કોરોના ને કારણે કેટલા લોકોના મૌત નિપજ્યા તે બાબતના આંકડા નર્મદા જીલ્લાના આરોગ્ય વિભાગ તરફ થી વિધિવત રીતે જાહેર કરવામા આવ્યા નથી.
વારંવાર પત્રકારો દ્વારા કોવીડથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ પાસે માંગવામાં આવ્યા, પરંતું આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર એ આંકડા આપવા થી બચતા રહ્યાં હતાં, જેથી માહીતી અધિકાર 2009 ના નિયમ હેઠળ આ બાબત ની સાથે અન્ય બાબતોને સાંકળતી RTI કરી માહિતી માંગવામાં આવી, પરંતુ ત્યાર બાદ પણ સીધે-સીધી માંગેલ માહીતી આપવાના બદલે રુબરુ કચેરી મા આવી રેકર્ડ ચેક કરી માહિતી મેળવી જવાનો જવાબ આપવામાં આવ્યો હતો, તે પ્રમાણે કરતાં માહિતી આપનાર ક્લાર્ક પોતાની ફરજ ઉપર ગેરહાજર જણાઈ આવેલ તેમજ CDMO જ્યોતિ ગુપ્તા પણ રજા ઉપર હોવાનુ જાણવા મળેલ, ત્યારબાદ તેઓના મોબાઈલ ઉપર આ બાબતે વાત કરી પૃચ્છા કરતાં જણાવ્યું હતું કે તમો રેકર્ડ ઉપર ની માહિતી જોઈ જેની જરુર હોય તેની નકલની માંગણી કરી પૈસા ભરો તો તમને માહિતી મળશે, તેમ કહી પોતે રજા ઉપર હોઈ ને સોમવારે આવવા જણાવ્યું હતું.
આમ નર્મદા જીલ્લાની કોવીડ હોસ્પિટલમા સારવાર દરમિયાન નામી અનામી લોકોના મૃત્યુ થયા છે, કોવીડ હોસ્પિટલમા ઢંગઢડા વગર ની સારવાર તેમજ સાફસફાઈ અને હાઈજીનની ગંભીર બેદરકારી સહીત હોસ્પિટલમા કુતરા ફરતા વિડીયો વાયરલ થતા સમાચારો અખબારોમા ચમકતાં આરોગ્ય વિભાગના એ.સી મા બેસી કારભારો ચલાવતા અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો, અને તાત્કાલિક વ્યવસ્થાના સુધાર માટે દોડધામ મચાવી હતી.