
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આજ રોજ સાગબારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો:
૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નર્મદા જિલ્લા નાં સાગબારા તાલુકા મથકના અલગ અલગ જગ્યાઓ એ વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૃક્ષો વાવો અને વરસાદ લાવો આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્રને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું જરૂરી છે. વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવીને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે.
વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
ત્યારે સાગબારા નાં ITI સાગબારા, કોવિડ હોસ્પિટલ , મામલતદાર કચેરી, તેમજ સિવિલ કોર્ટ સાગબારા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. અને અલગ અલગ પ્રકારનાં રોપાઓ રોપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જજ સાહેબ સિવિલ કોર્ટ સાગબારા, નાયબ મામલતદાર સાગબારા, RFO સાગબારા,ઈ.ચા.RFO સાગબારા, સામાજીક વનીકરણ રાઉન્ડ ફોરેસ્ટર સાગબારા, રાઉન્ડ ફોરેસ્ટર પાટલામહુ સામાજીક વનીકરણ, બીટગાર્ડ સાગબારા તેમજ ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.