
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે:
ડાંગ, આહવા : ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ ના શુભારંભ પ્રસંગે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે આહવાના આંગણે આયોજિત ખેલ મહોત્સવ ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની મુલાકાત લઈ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંત દ્વારા પ્રાયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લઈ રહેલી આઠ જેટલી ક્રિકેટ ટિમના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને નાયબ મુખ્ય દંડકશ્રીએ પ્રતિસ્પર્ધી ખેલાડીઓને પરસ્પર આહવાના મિશનપાડા સ્થિત ગીતાંજલી વિધ્યાલય અને ભાઇચારાની ભાવના સાથે તેમનામા રહેલા ખેલ કૌશલ્યને બહાર લાવવાની હિમાયત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, ભરુચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન એવા નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે ભરુચ જિલ્લાના ઇખર ગામના ભારતીય ક્રિકેટ ટિમના આંતરરાષ્ટ્રીય ખેલાડી એવા શ્રી મુનાફ પટેલની કારકિર્દી ઘડતરમા પણ અહમ ભૂમિકા નિભાવી છે.
આહવાના મિશનપાડા સ્થિત ગીતાંજલી વિધ્યાલયના પટાંગણમા આયોજિત ‘આહવા પ્રીમીયર લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટની નાયબ મુખ્ય દંડકશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, આહવાના ધારાસભ્ય શ્રી હરિરામ સાવંત, સહિત તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.