
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આજે ૯ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ : વિશ્વ આદિવાસી દિનની સમગ્ર વિશ્વ અને ભારત ભરમાં ધામ ધૂમ રીતે અને અતિ ભવ્ય રીતે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ડાંગ જીલ્લામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, આજના દિવસ ને ખાસ અને યાદગાર બનાંવવવા માટે ડાંગ જીલ્લામાં કાર્યરત એવી સામાજીક અને ધાર્મિક સંસ્થા એલએઝેર મિનિસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ – ખોખરી દ્વારા ટ્રસ્ટના પ્રમુખ ચંદરભાઈ ગીરજલીના નેતૃત્વમાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી ઉજવણી કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું,
ડાંગ જીલ્લાના ખોખરી, સાજુપાડા, બરડીપાડા મળી ને કુલ ત્રણ ગામના અનાથ, વિધવા, અતિ ગરીબ લોકોને અનાજની કીટ, ઓઢણી, રૂમાલ વગેરેનુ વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે ગત વર્ષની જેમજ આ વર્ષે પણ વૃક્ષારોપણ કરી ને પર્યાવરણ બચાવો અભિયાન વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આજના વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે ભૂખ્યાને ભોજન અને મદદ કરવી એ મોટી ઉજવણી છે તેમ એલએઝેર મિનિસ્ટ્રીઝ ચેરિટેબલ ટ્રસ્ટ – ખોખરીના પ્રમુખ ચંદરભાઈ ગીરજલીએ ઉમેર્યું હતું.
આજના આ સેવા યજ્ઞ કાર્યક્રમમાં ગામના અનેક લોકો જોડાયા હતાં. અને ઉમદા કામગીરી બદલ ટ્રસ્ટ નાં દરેક લોકોનો આભાર વ્યક્તિ કર્યો હતો.