
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કચ્છ: રાપર
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ગણતરીના કલાકો બાકી છે તેવામાં દરેક ઉમેદવારો દ્વારા મતદારોને કરવામાં આવતી ડોર ટુ ડોર મુલાકાત અને ચુંટણી સભાઓ ચાલી રહી છે, ગતરોજ કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાના સેલારી ગામે તાલુકા પંચાયત ચુંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ કેશાભાઈ વાવીયા દ્વારા તારીખ 22-2-2021ના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાપર તાલુકાના સેલારી ગામે યોજયેલ ચુંટણી લક્ષી જાહેર સભા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતાના અધ્યક્ષપદે યોજાઈ હતી, તાલુકા પંચાયત બેઠક ના લોકલાડીલા ઉમેદવાર દિનેશભાઈ કેશાભાઈ વાવીયા, વડગામ વિધાનસભા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી વિજયભાઈ, જિલ્લા પંચાયતના અઢી વર્ષ ઉપપ્રમુખ પછી અઢી વર્ષનાં કાર્યકાળ નો પદભાર સાંભળનાર, પ્રમુખ તરીકે સેવા આપનાર લક્ષ્મણસિંહ, તાલુકા જનતા પાર્ટીના અધ્યક્ષ નશાભાઈ, પૂર્વ અધ્યક્ષ જિલ્લા પંચાયત ચૂંટણી ના ઉમેદવાર રાજુભા જાડેજા, રાપર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ વાલજીભાઇ ઓડ તથા તમામ ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડીને સેલારી ગામના તમામ જાતિના આગેવાનો દ્વારા મોમાઈ ચોક ખાતે યોજાયેલ જાહેર સભામાં સન્માન કરવામાં આવ્યું હતું.
જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઇ મહેતા, તાલુકા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ કેશાભાઈ વાવીયા, વડગામ વિધાનસભા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી વિજયભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપનાર લક્ષ્મણસિંહ, તાલુકા જનતા પાર્ટીના અધ્યક્ષ નશાભાઈ, પૂર્વ અધ્યક્ષ અને જિલ્લા પંચાયત ચૂંટણી ના ઉમેદવાર રાજુભા જાડેજા, રાપર તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ વાલજીભાઇ ઓડ, અનેક આગેવાનો સહીત સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.