
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી: વાંસદા કમલેશ ગાંવિત
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના જામલીયા ગામ ખાતે માનનીય કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની (ભારત સરકાર) નાં અધ્યક્ષપણે જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
વાંસદા: સ્થાનિક સ્વરાજની ચુંટણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ને લઈ આજરોજ માનનીય કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીનું વાંસદા તાલુકા ના જામલીયા ખાતે ઉત્સાહ ભેર સ્વાગત કરાયું, જાહેર સભામાં તેમની હાજરી રહશે તેથી અગાઉ થી તૈયારીઓ જાહેરાતો કરાય હતી, ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ખુબ જ જોશથી સ્વાગત માટેની તૈયારીઓ બતાવી હતી. વાંસદા તાલુકા ની સ્થાનિક સ્વરાજ ની ચુંટણી 2021 અન્યવે મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની ની જામલીયા ખાતે ધમાકેદાર એન્ટ્રી નું આગમન વાંસદા ના મનપુર ગામે હેલીપેડ ના મેદાન ખાતે થયું હતું. મનપુર ગામે હેલીપેડ ના મેદાન થી ભાજપ યુવા મોરચા ના હોદ્દેદારો દ્વારા બાઈક રેલીના આયોજન સાથે જાહેર સભા સ્થળ, મંડપ સુધી ખુબ સન્માન અને ઉત્સાહભેર લવાયા હતા. દિપ પ્રાગટયના કાર્યક્રમ બાદ સ્વાગત કાર્યક્રમમાં માનનીય કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઈરાનીનું જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. સાથે જ તમામ જિલ્લા પંચાયતના સ્થાનિક સ્વરાજની ચુંટણી ૨૦૨૧ના ઉમેદવારો દ્વારા તથાં વાંસદા તિલક ગૃપ દ્વારા બામ્બુ માંથી બનાવવા માં આવેલ મોમેન્ટો મંત્રીશ્રી ને આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગણદેવી તાલુકા ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા અનેક યોજનાઓ આદિવાસી વિસ્તારમાં લાગુ કરવા બદલ ભારત સરકાર એટલે કે વડાપ્રધાન મોદી સાહેબનો આભાર માન્યો હતો.
માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી ભારત સરકાર શ્રીમતી સ્મૃતિબેન ઈરાની નું વકતવ્ય શરૂઆત કરતાં પહેલાં સ્થાનિક બોલીમાં “કિશાક આહા” કહી ને સંબોધન ચાલુ કર્યું હતું. સાથે જ વાંસદા નગર ના કૉંગી અગ્રણીઓને ભાજપ નો ભગવો પહેરાવી સન્માનિત કરવામાં આવેલ, તેઓ એ વધુ માં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વિરોધ કૉંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવેલ, અમેઠીમા કૉંગ્રેસને હરાવી આવી છું. મેં રાહુલ ગાંધી ને ચેલેન્જ કરી હતી કે ગુજરાત ને હરાવી બતાવે. સાથે વસંત પંચમી દિને બાળકોને સારી શિક્ષાનુ આહવાન કર્યુ હતું. એક લવ્ય મોડેલ સ્કુલ ની રચના આદિવાસી વિસ્તારમાં માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કરી હતી. કૉંગ્રેસની સરકારમાં 6000 હજાર કરોડ નું પેકેજ આદિવાસી વિસ્તાર માટે ફાળવણી કરતા હતા. જયારે મોદી સરકાર ના રાજમાં રૂપિયા. 60,000 કરોડ તો ફક્ત શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા હતાં. આદિવાસીઓની હિતમાં તેઓના જીવન ધોરણ સુધરે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે એમ ઉમેર્યું હતું, મંત્રીશ્રીએ કોરોના મહામારી પરિસ્થિતિ માં પણ મોદી સરકાર ની કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. લોક ડાઉન દરમ્યાન કરેલી સેવા અને રસી વિષે પણ સંબોધન કર્યું હતું, સાથે સ્થાનિક સ્વરાજની ચુંટણી ને સાધારણ ન સમજો તાલુકા, જિલ્લાના વિકાસ માટે ખુબ જ જરૂરી છે,એમ તેઓએ જણાવ્યું હતું સાથેજ કૉંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર આકરાં પ્રહારો કર્યા હતાં. આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને લોકોની જન મેદની ઉમટી પડી હતી.