
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સવારથી જ ખરીદી અર્થે બજારમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, કોરોનાની વૈશ્વિક મહામારી એક તરફ ફરી માથું ઉચકી રહ્યો છે, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી સાવધાની જરૂરી છે સરકારે બહાર પડેલ ગાઈડ લાઈન પણ બહુ જરૂરી છે, રોશનીનું મહાપર્વ દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં જ કલાકો બાકી છે ત્યારે દર શુક્રવારે વાંકલ ખાતે હાટબજાર ભરાતો હોય છે. નાંદોલા, ધોળીકુઇ,આમખુટા, વેરાકુઇ તેમજ અનેક આજુબાજુનાં ગામનાં લોકો ખરીદી અર્થે અહીં આવતાં હોય છે. આજનાં દિને સવારથી જ લોકો મીઠાઇ, ફરસાણ, ફટાકડા, રંગોળી માટેના રંગ, શાકભાજી, કપડાંની ખરીદી કરતાં જોવા મળ્યા હતાં.
આ વર્ષે કોરોનાનો કહેર હોવા છતાં દર વર્ષે કરતાં આ વર્ષે લોકોની ભીડ મોટાં પ્રમાણમાં જોવા મળી હતી. લોકોએ મોડી સાંજ સુધી ઉત્સાહભેર ખરીદી કરી હતી. જો કે માણસોની ભીડ વધુ હોવાને કારણે બજારમાં ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. સાવધાની પૂર્વક દિવાળી પર્વ ઉજવણી થાય તે બહુ જરૂરી છે.