
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા પોલીસને મળી સફળતા: વાહન ચેકીંગ હાથ ધરી નિવાલ્દા મીશન ત્રણ રસ્તા ખાતે પશુઓ હેરફેર કરતી ટ્રકો પકડાય:
મે. નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી. નર્મદા નાઓ ની સૂચના અને માર્ગદર્શન આધારે આજ રોજ રાત્રીમાં શ્રી. એ.આર.ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેડીયાપાડા તથા શ્રી. જી. કે.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશનનાઓ એ દેડીયાપાડા અને સાગબારા પોલીસ સ્ટાફનાં માણસો સાથે સંયુક્ત વાહન ચેકીંગ હાથ ધરી નિવાલ્દા મીશન ત્રણ રસ્તા ખાતે ભરૂચ થી ધુલે ખાતે જતા ૪ ટ્રકો માંથી ગેરકાયદેસર હેરાફેરી કરતા ભેંસ નંગ-૩૫ તથા કુલ પાડીયા નંગ-૧૬ પકડી પાડવામાં આવેલ છે, પકડાયેલ મુદ્દામાલ ભેંસો નંગ-૩૬ કિંમત. રૂપિયા.૭,૦૦,૦૦૦/- પાડીયા નંગ -૧૬ કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- તથા વાહન ટ્રકો નંગ – ૪ કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦/- ગણી કબજે લેવામાં આવેલ છે અને આરોપી ટ્રક ડ્રાઈવરો (૧) વાહન નંબર GJ 16 W.9886 ના ચાલક બાબુ ભાઈ ચંદુભાઈ તડવી રહે.મકતમપુર જીલ્લા પંચાયત કોલોની રૂમ નંબર ૨૮ ભરૂચ તા.જી.ભરૂચ. (૨) વાહન નંબર GJ 16 W.9986 ના ચાલક દાઉદ વલી ઇસ્માઈલ કોન્ટ્રાકટર રહે. અરગામા, તા. વાગરા, જી.ભરૂચ.(૩) વાહન નંબર GJ 16 Z4744 ના ચાલક યુસુફ મહમદ પટેલ રહે. બ્રધર પાર્ક સોસાયટી સેરપુરા રોડ ભરૂચ, તા.જી.ભરૂચ. (૪) વાહન નંબર GJ 16 X9494 ના ચાલક રહીમ બેગ સમસેર બેગ મિર્ઝા રહે. બ્રધર પાર્ક સોસાયટી ભરૂચ, તા.જી. ભરૂચના ઓની વિરૂદ્ધ માં પશુ પ્રત્યે ઘાતકી પણાની એક્ટ ૧૯૬૦ની કલમ ૧૧ (ડી) (ઈ) (એચ) તથા એમ.વી એક્ટ ૧૯૨,૧૭૭ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
(૧) વાહન નંબર GJ 16 W.9886 ના ચાલક બાબુ ભાઈ ચંદુભાઈ તડવી રહે.મકતમપુર જીલ્લા પંચાયત કોલોની રૂમ નંબર ૨૮ ભરૂચ તા.જી.ભરૂચ.
(૨) વાહન નંબર GJ 16 W.9986 ના ચાલક દાઉદ વલી ઇસ્માઈલ કોન્ટ્રાકટર રહે. અરગામા, તા. વાગરા, જી.ભરૂચ.
(૩) વાહન નંબર GJ 16 Z4744 ના ચાલક યુસુફ મહમદ પટેલ રહે. બ્રધર પાર્ક સોસાયટી સેરપુરા રોડ ભરૂચ , તા.જી.ભરૂચ.(૪)વાહન નંબર GJ 16 X9494 ના ચાલક રહીમ બેગ સમસેર બેગ મિર્ઝા રહે. બ્રધર પાર્ક સોસાયટી ભરૂચ, તા.જી. ભરૂચ.