વિશેષ મુલાકાત

નર્મદા જિલ્લા ગ્રામિણ પત્રકાર સંધ દ્વારા પત્રકારો ની બેઠક યોજાઈ;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા તાલુકા મથકે નર્મદા જિલ્લા ગ્રામિણ પત્રકાર સંઘ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રજા અને જનમાનસનો અવાજ હંમેશા બુલન્દ રહે માટે જરૂરી છે, કે પત્રકાર પોતાનો જીવ જોખમમાં મુકી ને પણ લોકોનાં અવાજને વાંચા આપતો હોય છે,

પત્રકારો ની મીટીંગ મળવાનું ખાસ ઉદ્દેશ્ય હતું, કે શહેર થી લઈ છેવાડાની જનતા નો અવાજ સરકાર સુધી પહોંચાડવાને તથા લોકોની અનેક વિધ સમસ્યાઓને વાચા આપવા પત્રકાર પોતાનો જીવને હથેળી માં રાખીને સમાજ સેવાના કામો કરતો હોય છે ત્યારે પત્રકારો સાથે અવારનવાર ન બનવા જેવાં બનાવો બનતા હોઈ છે, તે દરમિયાન પત્રકારો ની એકતા અને સંગઠન ઘણું મહત્વનું બની જાય છે, પત્રકાર દ્વારા પોતાની ફરજ દરમિયાન અનેક પ્રકારના તત્વો અને સારા નરસા માણસો સાથે કાર્ય પાર પાડવાનું હોય છે, ત્યારે સંગઠન નું પીઠબળ તેને મળી રહે જેવી અનેક બાબતો ધ્યાને લઇને નર્મદા જિલ્લા ગ્રામિણ પત્રકાર સંધ નું નિર્માણ કરવાં માટેની ચર્ચાઓ અને વિચારણા કરવાં ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા ખાતે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર વરિષ્ઠ પત્રકાર જગદીશ શાહ, ભરત વર્મા, કે મોહન આર્ય, તેમજ સર્જન વસાવા, જયદીપ વસાવા, વિશાલ પટેલ, તાહિર મેમણ, જયસિંગ વસાવા, જયેશ પારેખ, ગૌરાંગ સોની, મનોજ પારેખ, યોગેશ વસાવા સહિત ડેડીયાપાડા અને સાગબારા અને રાજપીપળા ના 12 થી વધુ પત્રકારો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है