
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા ખાતેના કુકણા સમાજના હોલ પાસે જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને ભાજપ વાંસદા સંગઠન અને આદિવાસીકાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી,
વાંસદા તાલુકા પ્રમુખશ્રી શાંતુભાઇ ગાંવિત અને ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી પુણ્યતિથિ ઉજવાઈ.
ભાજપ સંગઠન વાંસદા દ્વારા આજરોજ આદિવાસીઓના મશિહા એવા ભગવાન બીરસા મુંડાજીની પ્રતિમાને વાંસદા તાલુકા બીજેપી સંગઠન અને આદિવાસી કાર્યકરો દ્વારા ફુલહાર ચડાવી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી જેમાં આ કાર્યક્રમમાં વાંસદા બીજેપી પ્રમુખ શ્રી મુકેશભાઇ સી. પટેલ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખશ્રી શાંતુભાઈ ગાંવિત કારોબારી અધ્યક્ષ રશીક ભાઈ ટાંક, વાંસદા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી સંજય બિરારી, મહામંત્રી રાકેશ શર્મા, નવસારી કિસાન મૉર્ચાના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ. તથા આદિવાસી કાર્યકરો હાજર રહી કાર્યકમ ને પાર પાડવામાં આવ્યો હતો.