
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પાડા ગ્રામ પંચાયત માં સ્પોર્ટ્સ વીક અને વાર્ષિક મહોત્સવ ની કરાશે ઉજવણી:
ઉમરપાડા તાલુકાના માંડણ મુકામે પાડા પંચાયતના સ્થાપના દિવસના ભાગરૂપે તારીખ૧૭ થી ૨૩ સુધી સ્પોર્ટ્સ વીક અને તારીખ ૨૪ નાં રોજ વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પાડા પંચાયતનાં ચાર ગામના યુવાનો ભાગ લેશે.
જેમાં દોડ, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, દોરડાં ખેંચ જેવી અલગ- અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધાના ભાગરૂપે યુવાનોની વિશેષ તૈયારીઓ ચાલી રહી છે અને પંચાયતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત આયોજન થયેલ હોવાને કારણે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર:સર્જન વસાવા, ઉમરપાડા
				
					


