
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વિધવાને હેરાન કરતા સાસરિયા સાથે સમાધાન કરાવતી અભ્યમ્ -181મહિલા હેલ્પલાઇન ડાંગ.
ગત રોજ ડાંગ જિલ્લાના આહવા પાસેના ગામ માંથી એક 27વર્ષ ની વિધવા નામે ભુરીબેન (નામ બદલેલ છે )એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે તેમના સાસુ સસરા હેરાન કરે છે, અને ઘર માંથી બહાર નીકળી જવા મારવા દોડેલ છે, જેથી મદદરૂપ બનવા વિનતી કરતા આહવા પોલીસ સ્ટેશન સ્થિતિ અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સાસરીવાળા સાથે વાતચીત કરી વિધવા પુત્રવધુ સાથે સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલા ભુરીબેનના પતિ નું અવસાન થતા તેના પિયર મા દીકરાને લઇ રહેતા હતા પરંતુ ત્યાં નાનું મકાન હોવાથી અગવડતા પડતી હતી તેથી પોતાની સાસરી મા આવેલ પરંતુ સસરા એ તેમને ઘર મા પેસવા દીધા નહીં જેથી બીજા ના મકાન મા ભાડે થીરહી મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ના સરકારી રેશન કાર્ડ નું અનાજ લેવા જતા તો પણ તેમના સસરા આપતાં નહીં અને મારવા દોડતા હતા, ગત રોજ તેઓ પોતાનું રેશન કાર્ડ લેવા ગયા હતા જ્યાં તેમના સસરા એ ઘર મા પેસવા દીધા ના હતા જેથી ભુરીબેન એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી મદદ માંગી હતી.
અભયમ કાઉન્સેલર દ્વારા સસરા ને આ રીતે પુત્રવધુ ને હેરાન કરવા તે ગુનો બને છે તમારા દીકરા ના અવસાન બાદ તમારી ફરજ બને છે કે તમારે પુત્રવધુ અને તેમના દીકરા ને સાથે રાખવા જોઈએ. તમારી મિલકત અને જમીન મા પણ ભુરીબેન કાયદેસર ના હક્કદાર છે જો તમો ફરી થી હેરાન કરશો તો ના છૂટકે તમારા વિરુદ્દ ફરિયાદ કરવી પડશે. ભુરીબેન ને તમારું એક મકાન અને ભાગે આવતી જમીન આપો જેથી તે પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકશે.
આમ અભયમ ટીમ દ્વારા સમજાવતાં સાસરીવાળા એ કબુલ્યું હતું કે હવે પછી ભુરીબેન ને હેરાન નહીં કરે અને તેના ભાગ ની જમીન અને રેશન કાર્ડ આપીશ. આમ ભુરીબેનને ન્યાય મળવાથી તેઓએ અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.