
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ મહાલા
આહવા ખાતે જન્મજાત ખોડખાંપણ ધરાવતા દર્દીઓ માટે યોજાયો વિના મુલ્યે તપાસ અને મફત સારવાર કેમ્પ યોજાયો હતો:
ડાંગ; તા; ૩૦; ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત વનબંધુ આરોગ્ય ધામ ખાતે હાંસોટ સ્થિત કાકા બા હોસ્પીટલના સહયોગથી વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ હતું.
ગત તા.૨૭ મી સપ્ટેમ્બરના રોજ આયોજિત આ કેમ્પમાં ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ૮૭ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મજાત ખોડખાંપણ જેવી કે, ફાટેલા હોઠ અને ફાટેલું તાળવું તથા દાઝેલા કે અકસ્માતે હાથ પગ ગુમાવનાર દર્દીઓનું આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર હાથ ધરવામાં આવી હતી. નોંધાયેલ દર્દીઓ પૈકી ૭૦ દર્દીઓને વધુ સારવાર અર્થે કાકા બા હોસ્પિટલ, હાંસોટ ખાતે લઇ જવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ કેમ્પના સફળ આયોજન કરવામાં આહવાના શિવારીમાળ સ્થિત માનવદાસ ચેરીટેબલ ટ્રસ્ટનું ઉલ્લેખનીય યોગદાન મળ્યું હતું.