શિક્ષણ-કેરિયર

ડાંગ સહીત સાપુતારામાં છવાયા ડીબાંગ વાદળો વરસાદનાં આગમનથી વાતાવરણમાં ઠંડક:

કોરોના વાઇરસનું સંક્રમણના ફેલાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે અહીનાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં સહેલાણીઓ,વેપારી વર્ગ સાથે સ્થાનીકો ખુશખુશાલ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાપુતારા  સતીષભાઈ પ્રજાપતિ 

ડાંગ, સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યનાં અનેક જીલ્લાઓ સહીત મહારાષ્ટ્રમાંથી હજારો સહેલાણીઓ અહી  આવતાં હોય છે, ત્યારે અહીં કોરોના વાઇરસ ના ફેલાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે અહીનાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં સહેલાણીઓ અને વેપારી વર્ગ સાથે સ્થાનીકો ખુશખુશાલ:  સાપુતારા વરસાદમાં પોતાનાં અસલી સોંદર્યમાં સોળે કળાએ ખીલી ઉઠે છે, ડાંગ કુદરતી સોંદર્ય સંપતિનો ભરપુર ખજાનો છે, બોલીવુડનાં બાદશાહ અમિતાબ બચ્ચને પણ અહીંની મુલાકાત લીધી હતી; અને અહી સરકાર દ્વારા અલગ અલગ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે, સાપુતારામાં મોન્સુનનું આગમન, છવાયા કાળા વાદળો:  સાચેજ કુદરતને નજીકથી નિહાળવા એક વખત મુલાકાત લો પ્રવાસ  યાદગાર બની જાશે! 

;

કોરોનાં વાઈરસના સંક્રમણના ફેલાતો અટકાવવા માટે સાપુતારાની હોટેલોમાં સ્થાનિક 50 ટકા સ્ટાફ સાથે હોટેલ ચાલુ કરી દેવાય છે, ત્યારે અહીં કોરોનાં વાઈરસનું સંક્રમણના ફેલાય તે માટે હોટેલમાં ઓટોમેટિક થર્મલ સ્કેનર અને સેનિટાઈઝર મશીન પણ  ગોઠવવામાં આવ્યાં છે. સરકાર દ્વારા કોરોના મહામારીમાં બહાર પાડેલી ગાઈડલાઈન્સનો કડક પાલન કરવામાં આવે તે જરૂરી: સાથે જ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો સમગ્ર પંથકમાં મેઘરાજાની પધરામણીથી શીત લહેર પ્રસરી અને લોકોએ અસહ્ય ગરમીથી રાહત અનુભવી.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है