રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી:

ભારતીય બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા પ્રધાન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪X૭ વેબ પોર્ટલ

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની ૧૩૫ મી  જન્મજયંતી પર સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી


કેન્દ્રીય મંત્રીઓ, સંસદસભ્યો, ભૂતપૂર્વ સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી

 નવી દિલ્હી:   ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ; ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખર; પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાનાં અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે સંસદ ભવન સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીનાં પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી, ઉપાધ્યક્ષ, રાજ્યસભા, શ્રી હરિવંશ, દિલ્હીના મુખ્યમંત્રી, શ્રીમતી રેખા ગુપ્તા, સંસદસભ્યો, ભૂતપૂર્વ સંસદસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બાદમાં, લોકસભાના અધ્યક્ષ, શ્રી ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, મુખ્યમંત્રી, દિલ્હી, શ્રીમતી. રેખા ગુપ્તા, સંસદ સભ્યો અને ભૂતપૂર્વ સંસદ સભ્યોએ સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી. લોકસભા અને રાજ્યસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને શ્રી પી.સી. મોદીએ અનુક્રમે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે ભારતના સામાજિક અને રાજકીય પરિદ્રશ્ય પર ઊંડી અસર કરી હતી અને એક સ્થાયી વારસો છોડ્યો હતો. સામાજિક ન્યાયના હિમાયતી તરીકે પ્રસિદ્ધ થયેલા તેઓ ભારતીય સમાજમાં તેમના નોંધપાત્ર અને વૈવિધ્યસભર પ્રદાન માટે આદરણીય છે. ડો.આંબેડકરની નોંધપાત્ર સિદ્ધિ ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકેની તેમની ભૂમિકામાં રહેલી છે, જ્યાં તેમણે બંધારણ સભામાં ચર્ચા દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના બંધારણ પાછળના પ્રેરક બળ તરીકે તેમનું સન્માન કરવામાં આવે છે, જે સર્વસમાવેશકતા અને ન્યાયના તેના સિદ્ધાંતોને સુનિશ્ચિત કરે છે.

બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના તૈલચિત્રનું અનાવરણ 12 એપ્રિલ, 1990ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહે સંવિધાન સદન (પૂર્વ સંસદ ભવનના સેન્ટ્રલ હોલ)માં કર્યું હતું.

આ અગાઉ ડૉ. આંબેડકરને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી બિરલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભારતીય બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા પ્રધાન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. બાબાસાહેબ જીવનભર સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાને સમર્પિત રહ્યા. નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવતા, તેમણે સમાજમાં ઇચ્છિત પરિવર્તન લાવવા માટે શિક્ષણનો ઉપયોગ એક માધ્યમ તરીકે કર્યો. બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે, તેમણે વિશ્વના શ્રેષ્ઠ કાયદાકીય દસ્તાવેજ ‘ભારતના બંધારણ’ નો મુસદ્દો તૈયાર કર્યો. જેમ-જેમ આપણે બંધારણને અપનાવ્યાનાં 75માં વર્ષની ઉજવણી કરીએ છીએ, તેમ-તેમ બાબાસાહેબની આ ફિલોસોફી વધુ પ્રાસંગિક બનતી જાય છે. તેમના વિચારો આપણને અન્યાય, શોષણ અને દમનના તમામ સ્વરૂપો સામે એકજૂટ રહેવાની પ્રેરણા આપે છે. ડૉ. આંબેડકરનું જીવન વંચિત વર્ગના ઉત્થાન અને રાષ્ટ્રના સશક્તિકરણ માટે સમર્પિત છે, જે લાખો દેશવાસીઓને યુગો સુધી પ્રેરિત કરતું રહેશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है