
શ્રોત: ગ્રામીણ ટુડે વાંસદા કમલેશભાઈ ગાવિત.
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના નવતાડ ગામે નેશનલ પાર્ક ખાતે શ્રી આદિનારાયણ સેવા સંસ્થા દ્વારા ઉપચાર અને ઔષધિનું વિના મુલ્યે દવા વિતરણ:
:
વાંસદા તાલુકાના નવતાડ ગામે નેશનલ પાર્કમાં રવિવારના દિવસે હાલમાં દેશભરમાં સખત કોરોનાનો કહેર થમતો નથી તેવાં સંજોગોમાં આ રોગને નાથવા માટે લોકોને આયુર્વેદિક ઔષધિથી ઉકાળો અને ભરતભાઈ વૈધ શ્રી આદિનારાયણ સેવા સંસ્થા દ્વારા મનુષ્ય માત્ર પ્રવેશ ને પાત્ર ના સંદેશથી તેઓ દરેક વ્યકિતની હાથની નાડીની તપાસ કરી ઔષધિ દવા લોકો સુધી વિનાં મુલ્યે પહોચાડવા માટે આ અવિરત કાર્ય ખુબ જ અતિસુંદર પ્રયાસોથી કરવામાં આવી રહયું છે. તેઓના જણાવ્યા અનુસાર શરીરના દરેક રોગોને રક્ષણ આપવામાં આયુર્વેદિક ઉકાળો અને ઔષધિનું ચૂર્ણ ખુબજ ઉપયોગી નીવડે છે. આ ઉકાળો ઘરે ઘરે લોકો સુધી પહોચે અને આ ધરતી પર આ જીવલેણ રોગો સામે મનુષ્યોને રક્ષણ મળી રહે તે જરૂરી છે. તે માટે આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના આગેવાનો બાપજુભાઈ ખાંભલા તાલુકા સદસ્ય,મહેશભાઇ ગામિત જિ.પં.ઉપપ્રમુખ, નવતાડના સરપંચશ્રી અનિલભાઈ, વાંસદાના રાજુભાઇ મોહિતે, કીરણભાઈ ફોરેસ્ટ, ઉમરકુઇ ગામના લક્ષ્મીબેન નિલેશભાઈ,અને આર.એફ.ઓ.જીગરભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.