
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સોનગઢ આવતા મુખ્યમંત્રીને મળવાની માંગ સાથે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ની મહિલાઓએ આવેદનપત્ર આપ્યું:
વેદાન્તા ઝીંક પ્રોજેક્ટ ને લઇ આદિવાસીઓ પોતાની વેદના મુખ્યમંત્રી સાહેબ સાથે વહેંચવા માંગે છે,
આવનાર ૧૧/૧૧/૨૦૨૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોનગઢના ગુણસદા ખાતે આવી રહ્યા છે, ત્યારે આજરોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સાથે સોનગઢ તાલુકાની મહિલાઓએ મુખ્યમંત્રીને મળવાની માંગ સાથે કરતું તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું. જીલ્લા કચેરી ખાતે આવેલ મહિલાઓનું કહેવું હતું કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ રાજ્યના મુખ્યમંત્રીને મળવાનો અધિકાર છે અને અમારો આદિવાસી સમાજ પણ ગુજરાત રાજ્યનો જ એક અંગ છે, અને ખરેખર તો અમે જ આ વિસ્તારના મૂળ નિવાસીઓ છે, ત્યારે અમારે અમારી વેદના ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવી છે તેથી અને મુખ્યમંત્રીશ્રીને મળી શકાય તે માટે પરવાનગી આપવા વિનંતી કરવામાં આવી હતી. પાછલા ઘણા મહિનાઓથી તાપી જિલ્લાના આદિવાસી સમાજ સહિત અન્ય લોકો પણ ડોસવાડા ખાતે આવનાર વેદાન્તા ઝીંક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સમાજના પ્રતિનિધિઓ પોતાના મુખ્યમંત્રીને મળીને વેદાન્તા ઝીંક પ્રોજેક્ટ નિ ભયાનકતા જણાવવા માંગે છે. અને જળ જમીન તથા જંગલ પર નિર્ભર આદિવાસી સમાજ પોતાનો જીવ આપી દેશે પરંતુ આ જળ જમીન અને જંગલનું નુકસાન નહીં કરવા દે તેથી તેઓ આ ઝિંક પ્રોજેકટનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસી સમાજને મુલાકાતનો સમય આપે છે કે કેમ? શું ગુજરાતની સંવેદનશીલ સરકાર ખરેખર આદિવાસીઓની સંવેદનાઓને સમજે છે કે કેમ? તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું.. જ્યારે જાહેર જનતા તો મુખ્યમંત્રીને એવા પણ સવાલ પૂછવા માંગે છે કે,,, વ્યારાની સુગર મીલ ક્યારે શરૂ થશે?? આદિવાસીઓના હક ના પૈસા પ્રાયોજના વહીવટદાર કચેરી સોનગઢ TSP ભ્રષ્ટાચાર કાંડના મુખ્ય આરોપીઓને સજા ક્યારે આપવામાં આવશે?? TSP ભ્રસ્ટાચાર કાંડમાં કયા મોટા નેતાઓ સામેલ હતા એમને ક્યારેય સસ્પેન્ડ કરવામાં આવશે?? કોના ઇશારે ટીએસપી ભ્રષ્ટાચાર અને દબાવી દેવામાં આવ્યું?? આ વિસ્તારના ધારાસભ્ય કેમ હવે બોલતા નથી?? તાપી જિલ્લામાં મેડિકલ કોલેજ ક્યારે ખોલવામાં આવશે?? આવા અનેક સવાલ ના જવાબ તાપી જિલ્લાની જાહેર જનતામાં આવી રહી છે ત્યારે સોનગઢ ખાતે આવનાર મુખ્યમંત્રી આ જિલ્લાને શું નવી ભેટ આપી જાય છે તે જોવાનું રહ્યું??