
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાઇબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષા ફેરવી આદીવાસી (વસાવી) બોલીમાં સમજ આપવામાં આવી;
સાઇબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા આવે એ માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા સરાહનિય કામગીરી હાથ ધરાઇ;
સાઇબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ડેડીયાપાડા તાલુકાના વિવિધ ગામડાઓમાં રીક્ષામાં માઇક લગાડી લોકોમાં જાગૃતિ આવે તે માટે ગામે ગામ રીક્ષા ફેરવવામાં આવી રહી છે.
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મંગુભાઇ વસાવા દ્વારા આદિવાસી (વસાવી) બોલીમાં રેકોર્ડિંગ કરેલી કેસેટ વગાડી ગામે ગામ રીક્ષા ફેરવી ને લોકોને જાગૃત કરવામાં આવે છે.
ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વિવિધ કંપનીઓના નામે લોભ લાલચ આપી છેતરપીંડી થતી હોય છે. સાયબર ક્રાઇમનો લોકો ભોગના બને તે માટે નર્મદા એસ.પી. હિમકર સિંહ ના સૂચનાથી છેલ્લા ૨૦ દિવસથી આ અવેરનેસ કાર્યકમ કરવામાં આવી રહ્યો છે. ડેડીયાપાડા નાં ગામડાના અંતરિયાળ વિસ્તારના લોકોને સમજ પડે એ માટે આદિવાસી (વસાવી) તેમજ ગુજરાતી બોલીમાં સમજ આપવામાં આવે છે.