
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં તા.૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી “ગુડ ગવર્નન્સ સપ્તાહ/સુસાશન સપ્તાહ” હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે:
આગામી ૨૭ ડિસેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા અને તા.૩૧મી ડિસેમ્બરના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહોળી સંખ્યામાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગ્રામ સભાઓનું આયોજન:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક મળી,
વ્યારા-તાપી ૨૨: ગુજરાત સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ-જયંતિ નિમિત્તે “સુશાસન સપ્તાહ/ગુડ ગવર્નન્સ સપ્તાહ” ની ઉજવણી સમગ્ર રાજ્યમાં આગામી તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ દરમિયાન ગુડ ગવર્નન્સ સપ્તાહ/સુસાશન સપ્તાહની ઉજવણી થનાર છે. જેના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં આ સપ્તાહના સુઆયોજન માટે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં જિલ્લામાં તા.૨૭ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા અને તા.૩૧મી ડિસેમ્બર-૨૦૨૧ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બહોળી સંખ્યામાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગ્રામ સભાઓનું આયોજન થનાર છે. આ સાથે પંચાયત ગ્રામ ગુહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાની વિડિયો ફિલ્મસ નિદર્શન, પ્રતિકાત્મક ચેક વિતરણ, સમરસ યોજનાના ચેક, પી.એમ.એ.વાય. યોજના, મનરેગા યોજનાની સહાયનું વિતરણ, ૧૫માં નાણંપંચ/ગ્રામ વિકાસની યોજનાઓની સમજ નાગરીકોને આપવામાં આવશે.
આ ઉપરાંત તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાપી જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતોના નવ નિયુક્ત સરપંચોની આ પ્રથમ ગ્રામસભા હોઇ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેઓને સ્વયં સુમાહિતગાર કરાશે. જેથી આ ઉજવણીમાં લોકોત્સાહ અને જનભાગીદારીના નવા પરીણામો પ્રગટ થશે. આમ જિલ્લા અને ગ્રામ્ય મથકે “ગુડ ગવર્નન્સ સપ્તાહ” હેઠળ અલગ-અલગ વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લામાં યોજાશે. જેનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓ નિહાળશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર દ્વારા દર ૨૫ ડિસેમ્બર એટલે કે, પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ-જયંતિને “ગુડ ગવર્નન્સ ડે/સુસાશન દિવસ” રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
ઉપરોક્ત બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામક જે.જે.નિનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક તરફ કોવીડ-૧૯ નવો વેરીયંટ ઓમીક્રોમ નો વધતો જતો સંક્રમણ અને બીજી તરફ સુશાસન સપ્તાહ/ગુડ ગવર્નન્સ સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યભર માં થઇ રહી છે,